બાળ આધારકાર્ડ મેળવવા પ્રક્રિયા બની સરળ

બાળ આધારકાર્ડ મેળવવા પ્રક્રિયા બની સરળ
બાળ આધારકાર્ડ મેળવવા પ્રક્રિયા બની સરળ

બાળકોની ફિંગરપ્રિન્ટ અને આઇસ્કેનની આવશ્યકતા નહીં રહે

આધારકાર્ડ મેળવવા ફિંગરપ્રિન્ટ અને આઈસ્કેન જરૂરી ગણાય છે. નવા આધારકાર્ડ બનાવતી વખતે આ બંને આવશ્યક ગણાય છે. એ પછી બાળકોનાં આધારકાર્ડ હોય છે કે યુવાનોના આધારકાર્ડ હોય. પરંતુ યુનિક ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે પાંચ વર્ષથી નાના બાળકો માટે બ્લુ કલરનું આધારકાર્ડ મેળવી શકાય છે.

Subscribe Saurashtra Kranti here

જેમાં બાળકોની ફિંગરપ્રિન્ટ અને આઇસ્કેન મેળવવ આવશ્યક રહેતી નથી. પરંતુ બાળક પાંચ વર્ષનું થતા જ તેના બાયોમેટ્રિક અપડેટ કરાવાના રહેશે. જો બાળક પાંચ વર્ષથી નાનું હોય તો તેના માતા-પિતા અથવા બાળકનાં વાલીમાંથી કોઈ એકે બાળક વતી બાંયેધરી આપવાની રહેશે અને નોંધણી પત્રકમાં હસ્તાક્ષર દ્વારા બાળકની નોંધણી માટે મંજૂરી આપવાની રહેશે.

જો બાળક એન.આર.આઈ હોય તો ઓળખ માટે તો ભારતીય પાસપોર્ટ બાળ આધારકાર્ડ માટે ફરજીયાત રહેશે. જો બાળક ભારતનો રહેવાસી હોય તો માતા-પિતા અથવા વાલીનાં આધારકાર્ડ સાથે જન્મ પ્રમાણપત્ર જેવા માતા-પિતા બાળકનાં સંબંધનાં માન્ય પુરાવાનાં દસ્તાવેજ નોંધની સમયે રજૂ કરવાના રહેશે.

Read About Weather here

બાળક પાંચથી 18 વર્ષ વચ્ચેનું સગીર હોય તો માતા-પિતા અથવા બંનેમાંથી કોઈ એકે મંજૂરી આપવાની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here