બામણબોર ચેક પોસ્ટ પાસે સ્વીફ્ટ કારમાં બિયર સાથે 2 ઝડપાયા

બામણબોર ચેક પોસ્ટ પાસે સ્વીફ્ટ કારમાં બિયર સાથે 2 ઝડપાયા
બામણબોર ચેક પોસ્ટ પાસે સ્વીફ્ટ કારમાં બિયર સાથે 2 ઝડપાયા

એકટીવામાં દારૂની ડીલવરી આપવા જતા બુટલેગરની ધરપકડ: વિનાયકનગરમાં જુગાર રમતી આઠ મહિલા ઝડપાઈ

બામણબોર ચેક પોસ્ટ અને કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસે દારૂ-બિયર સાથે ત્રણ શખ્સો અને વિનાયકનગરમાં જુગાર રમતી આઠ મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આ અંગેની વિગત મુજબ ચોટીલાનાં વાવડી ગામે રહેતો નાગર મનસુખ બાહુકીયા તથા અરજણ રમેશ બાહુકીયા નામના બંને શખ્સો પોતાની સ્વીફટ કારમાં બિયરની બે બોટલ સાથે નિકળતા બામણબોર ચેક પોસ્ટ પાસે એરપોર્ટ પોલીસે દબોચી લઇ સ્વીફ્ટ કાર સહિત રૂ. ૫૦૦૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સોની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

જયારે અન્ય એક દરોડામાં ઢેબર રોડ પર આવેલા કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસેથી એકટીવા નંબર જીજે-3 એલ.ઈ-૫૯૮૫ માં દારૂની ત્રણ બોટલ લઇ દિલાવરી આપવા નિકળેલા  કૌશિક વલ્લભ ગોહેલ (રહે. અંકુર મેઈન રોડ સીટી સિલ્વર ફ્લેટ) નામના શખ્સને ભક્તિનગર પોલીસે દબોચી લઇ રૂ. ૪૧૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Read About Weather here

જયારે માલવિયાનગર પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે માવડી મેઈન રોડ પર આવેલા વિનાયકનગર શેરી નં.૭ માં રહેતી મહિલાનાં મકાનમાં દરોડો પડતા નીતા દિનેશ ચાવડા, મીના પરસોતમ ખેમલાણી, સોનલ મહેશ ચૌહાણ, ધર્મિષ્ઠા જગદીશ ગુજરાતી, હંસા રમેશ મેઘાણી, ભારતી સંજય રાઠોડ, મનિષા જીતેન્દ્ર ચિત્રોડા તથા દિવાળી અમુ હુબલ સહિત આઠ મહિલાની તીનપતીનો જુગાર રમતા દબોચી લઇ રૂ. ૧૦૩૫૦ ની રોકડ કબજે કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here