બાઈડેને આપી ચેતવણી…!

બાઈડેને આપી ચેતવણી...!
બાઈડેને આપી ચેતવણી...!
બાઈડેને કહ્યું કે જે લોકોને વેક્સિન નથી લીધી તેઓને આ શિયાળામાં ગંભીર બીમારી થઈ છે અને મૃત્યુનો પણ સામનો કરવો પડી શકે છે. બ્રિટનમા છેલ્લા 24 કલાકમાં 88376 નવા કેસ નોંધાયા અને 146 લોકોના મૃત્યુ થયા

Visit Saurashtra Kranti Homepage here

અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેને જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને લોકોને ચેતવણી આપી છે.  જ્યારે, મહામારી બાબતે તબીબી નિષ્ણાતો સાથેની બેઠક પછી,

બાઈડેને કહ્યું કે દેશ ઓમિક્રોનનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દેશમાં બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે અને મુસાફરીને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

યુરોપિયન યુનિયન (EU)ના ડ્રગ્સ રેગ્યુલેટરે આ ટેબ્લેટના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. અમેરિકન ફાર્મા કંપની ફાઈઝરએ આ અઠવાડિયે દાવો કર્યો હતો કે તેમની ટેબ્લેટના ઉપયોગ દ્વારા કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ અને મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં 90 ટકા સુધીનો ઘટાડો થશે.

યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ પુખ્ત વયના લોકો માટે ફાઈઝર ટેબ્લેટના ઈમર્જન્સીના ઉપયોગને મંજૂરી આપી છે, જેમને ઓક્સિજન સપ્લાયની જરૂર નથી તેમજ જેમને સંક્રમણ વધુ ગંભીર થવાની શક્યતા નથી.

કોરોના સંક્રમણનું જોખમ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જે ઝડપે કેસ મળી રહ્યા છે એ સાથે ચિંતા પણ વધી રહી છે. કોવિડ-19 નો ઓમિક્રોન વેરિયન્ટ ભારતમાં અત્યારસુધીમાં 11 રાજ્યમાં ફેલાઇ ગયો છે, દેશમાં 87 કેસ નોંધાયા છે.

વિદેશની વાત કરીએ તો ગઇકાલે, એટલે કે ગુરુવારે કોરોનાએ બ્રિટનમાં અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. યુકેમાં એક જ ​​​​દિવસમાં 88,376 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે કોરોનાને કારણે એક જ દિવસમાં 146 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એટલે કે ખતરો ઝડપથી આગળ વધી રહ્યો છે.

વિશ્વના દેશોએ કોરોનાના નવા વેરિયન્ટને ઘાતક માનવા માંડ્યા છે. ખાસ કરીને બ્રિટન અને અમેરિકામાં લોકો ઓમિક્રોનના નામથી ડરવા લાગ્યા છે, કારણ કે ઓમિક્રોને યુકેમાં રેકોર્ડ તોડ્યો છે. અમેરિકામાં પણ સ્થિતિ સતત બગડી રહી છે.

અહીં કેસ ઝડપથી બમણા થઈ રહ્યા છે. જે વેરિયન્ટને કારણે બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં સંક્રમણનો ડર સતાવી રહ્યો છે ત્યારે ભારતના લોકોએ પણ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.

થોડા મહિનાઓ બાદ, એટલે કે એપ્રિલ 2021માં ડેલ્ટાને કારણે ભારતમાં કોરોનાની બીજી લહેર આવી ગઈ હતી. હવે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ઓમિક્રોન એક ખતરો તરીકે ઊભરી આવ્યો છે.

Read About Weather here

ભારતનાં 11 રાજ્ય- મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, પંજાબ, તામિલનાડુ ઓમિક્રોન વેરિયન્ટની ઝપેટમાં આવી ગયાં છે. ગયા વર્ષે 20 ડિસેમ્બરે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટની ઓળખ કરવાવી આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here