બજેટ સત્ર પહેલા સંસદનાં 400 કર્મચારીઓને કોરોના

બજેટ સત્ર પહેલા સંસદનાં 400 કર્મચારીઓને કોરોના
બજેટ સત્ર પહેલા સંસદનાં 400 કર્મચારીઓને કોરોના

તમામનું ટેસ્ટીંગ કરવામાં આવ્યા બાદ પોઝિટિવ જણાતા ખળભળાટ: કોરોના નિયમ મુજબ સ્ટાફને કવોરન્ટાઇન થઇ જવાની તાકીદ: લોકસભાનાં 200 કર્મી અને રાજ્યસભાનાં 69 કર્મીનો સમાવેશ

સંસદનાં અંદાજપત્ર સત્રની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યાં બજેટ સત્ર પહેલા જ સંસદનાં સ્ટાફમાં 400 કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ જતા ખળભળાટ મચી ગયો છે. સંક્રમિત સ્ટાફને સરકારની ગાઈડલાઈન્સ મુજબ સાવચેતી રાખવા અને કવોરન્ટાઇન થઇ જવા તાકીદ કરવામાં આવી છે. સંક્રમિત થયેલા કર્મચારીઓમાં લોકસભાનાં 200, રાજ્યસભાનાં 69 અને 133 જેટલા સહયોગી સ્ટાફનાં કર્મચારીઓ છે.

Visit Saurashtra Kranti Homepage here

સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, બજેટ સત્ર પહેલા નિયમ મુજબ સંસદીય સ્ટાફનાં 1409 કર્મીઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. એ પૈકીનાં 402 કર્મીઓ કોરોના પોઝિટિવ માલુમ પડ્યા હતા. તમામનાં સેમ્પલ લેબોરેટરી મોકલવામાં આવ્યા છે. કોઈને ઓમિક્રોન છે કે નહીં એ લેબ રીપોર્ટ બાદ જાણવા મળશે.

Read About Weather here

સંસદ પરિસરની બહારનાં કર્મચારીઓનું પણ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. એમની આ યાદમાં સમાવેશ થતો નથી. કર્મચારીઓને હોમ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. સંક્રમિત સાથી કર્મીઓના સંપર્કમાં આવ્યા હોવાથી એ બધાને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની કચેરીઓમાં હાજરી માટે બાયોમેટ્રિકમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકાર ઓમિક્રોન વાયરસનાં સંક્રમણને ગંભીરતાથી લઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here