બજેટ : રાજકોટ મહાનગરપાલિકાનું નવા વેરા વિહોણું વિકાસલક્ષી બજેટ (1)

શહેરીજનોને રાહત આપતું બજેટ, વેરા વસુલાતનો ટાર્ગેટ 340 કરોડ જેટલો રખાયો

Subscribe Saurashtra Kranti here.

રૂ.227580.76 લાખનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરતા મ્યુ. કમિશનર

પાણીવેરો યથાવત, નવા વિસ્તારમાં મિલકત વેરો વધાર્યો

શહેરને 100 ઇલેક્ટ્રિક બસ મળશે

વધુ 22 સાયકલ શેરિંગ સ્ટેશન શરૂ કરાશે: સાયકલ ખરીદી પર વ્યક્તિ દિઠ 1000નું વળતર

નવા ભળેલા ગામો માટે 72 કરોડની જોગવાઇ

નવા ભળેલા ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા ગામમાં ભૂગર્ભ ગટર માટે 915 લાખની જોગવાઇ

ત્રણ નવા આરોગ્ય કેન્દ્રો બનશે: એર ક્વોલિટી સુધારણા માટે 40 કરોડની ફાળવણી

નાકરાવાડી ખાતે સોલાર પ્લાન્ટ બનશે: ધર્મેન્દ્ર રોડને પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી રોડ જાહેર, લાલપરી રાંદરડા ડેવલોપમેન્ટ માટે 3.50 કરોડ મંજૂર

આજીડેમ પાસે 150 ખકઉનો નવો સંપ બનશે, 22 જગ્યા પર માય ઇ-બાઇક કેન્દ્ર ઉભા કરાશે

રાજકોટ મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં આગામી વર્ષ 2021-22માટે નું મનપાનું કોઈપણ નવા કરવેરા વિહોણું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. મહાનગરના હયાત વિસ્તારની સાથેસાથે નવા વિસ્તારોમાં વિકાસના લાભો પહોચતા કરી શકાય એવા હેતુથી કુલ રૂ. 2275.80 કરોડનું બજેટ રજુ કરવામ આવ્યું હતું. જેમાં કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ નવો વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી અને ગયા વખતના જ મિલકત વેરા સહિતના વેરા યથાવત રાખવામાં આવ્યા છે.

મનપામાં ભળેલા નવા વિસ્તારો માટે ડ્રેનેજ સેવા, પાણી વિતરણ તેમજ રસ્તાઓ માટે રૂ. 72 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તદ્દઉપરાંત જાહેર કરવામાં આવેલી કેટલીક નવી યોજનાઓમાં નાગરિકોને પરવડે તેવા પરિવહન માટે અને ઈ-મોબીલીટી પૂરી પાડવા 50 ઇલેક્ટ્રિક બસની ખરીદી, બીજા તબકકામાં વધારાની 100 મીડી ઈ-બસની ખરીદી, એ માટેના ઈ-બસડેપો, 40 જેટલા સ્માર્ટ બસ સ્ટોપ, કેકેવી ચોક ખાતે નવું BRTS સેલટર, દિવ્યાંગો માટે ફીઝ્યોથેરાપી, સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર તેમજ રોજગારીનું સર્જન, સમગ્ર શહેરનું GIS મેપેમીંગ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.

વિકાસના નવા કામો વોટરવર્કસ, ડ્રેનેજ, નવા વિસ્તારોમાં પાઈપલાઈન નાખવી, રસ્તાના કામ માટેની પણ ઢગલાબંધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય સેવાઓમાં વધુ સુઘડ બનાવવા અને નાગરીકોના આરોગ્યની જાળવણી માટે

નોંધ પાત્ર પગલા લેવા આવનાર છે. તે મુજબ માધાપર ચોકડી વિસ્તારમાં આધુનિક સેન્ટ્લ મેડીકલ તથા વેક્સીન સ્ટોર ઉભું કરાશે. હુડકો, ભગવતીપરા અને વિજય પ્લોટના ત્રણ અર્બન હેલ્થ સેન્ટર અપગ્રેડ કરાશે. નવા ભળેલા વિસ્તારોમાં પણ આવા બે સેન્ટર યોજવાની જોગવાય છે.

લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને લગ્ન નોંધણી, રજીસ્ટ્રેશન સંપૂર્ણ ઓનલાઈન કરવામાં આવશે. જન્મ-મરણ નોંધણી કામગીરીને વધુ સૃદ્રઢ બનાવવા આ કામગીરીનું ઝોનલ કચેરીઓમાં વિકેન્દ્રીકરણ કરાશે. નવા વિસ્તારોના સ્મશાનગૃહોના સંચાલનોનું આધુનીકરણ કરવામાં આવશે.

શહેરના સૌથી મહત્વના ફાયર અને ઈમરજન્સી સેવા વિભાગના આધુનીકરણનું પણ આયોજન કરવામાં આવનાર છે એ માટે મનપાના મોરબી રોડ પર આવેલા ટ્રેનીનિગ સેન્ટર ખાતે સૌરાષ્ટ્રભરના તમામ ફાયર સેફટી ઓફિસરને ખાસ તાલીમ અપાશે. અત્યારે 8 ફાયર સ્ટેશન કાર્યરત છે જેમાં આગામી સમયમાં વધારો કરવામાં આવશે.

મૃત્યુનો મલાજો જળવાય અને ખુબ સારી સુવિધા સાથે મૃતદેહોને અવલ મંજિલે પહોચાડી શકાય તે માટે આગામી વર્ષમાં રૂ.95 લાખના ખર્ચે નવા 5 શબવાહિની ખરીદવામાં આવશે.

ફાયર સ્ટેશનની જરૂરિયાત મુજબ 40 લાખના ખર્ચે બ્રીધીંગ સેટ ખરીદવામાં આવશે. ઉપરાંત બહુમાળી ભવનો અને મળતીપ્લેકસમાં વધુ ઉંચી સુધી આગ બુઝાવી શકાયએ માટે 80 મીટર ઊંચાઈના હાઈડ્રોલિક પ્લેટફોર્મની સવલત જુલાઈ સુધીમાં મળી જશે. રૂ.20 કરોડ આ માટે ખર્ચાશે. આવતા વર્ષે આવા સાધનો બે મીની સેસ્ક્યુ, 5 ડેડ બેડીવાન, 4 જેટલા ફાયર વોટર ટેન્કર ગજરાજ(20 હજાર લીટર કેમેસીટી), 4 એમ્બ્યુલન્સ ખરીદવાની માંગણી પણ મુકવામાં આવી છે. એ માટે રૂ. 7 કરોડ ખર્ચાશે. આગામી સમયમાં નવા બે ફાયર સ્ટેશન ઊભા કરવા ઉપરાંત આજી ૠઈંઉઈ સાથે મળીને વધુ એક ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવનાર છે.

મનપાના બજેટમાં પર્યાવરણ સુધારવા અને હરિયાળું બનાવવામાં અવનવી જોગવાઇઓ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઈસ્ટ અને વેસ્ટમાં 8 નવા બગીચા બનાવવામાં આવશે. પ્રકૃતિની ઓળખ મળી રહે એ માટે ના ફ્લાવર-શોની સફળતા જોઈ વધુ આવાસો યોજાશે. હરિયાળીનો વ્યાપ વધારવા માટે અને શહેરને ક્લીન વેર માટે વાયુ પ્રદુષણ ઘટાડવા મોટા વૃક્ષો વગેરેને ઋતુ મુજબ મીસ્ટ સીસ્ટમથી સાવર કરવામાં આવશે. પર્યાવરણ માટે ઠેરઠેર પ્લાન્ટ સ્ટેશન કરી ગ્રીન સ્પેસ ઊભા કરાશે. શહેરમાં આજી ડેમના ટેકરાળ ભાગો, મવડી રોડ, મોરબી રોડ, રૈયા વિસ્તારમાં બગીચા બનાવવાનું, કસરતના સાધનો તથા બાળકો માટે રમતગમતના સાધનો મુકવાનું આયોજન કરાયું છે. સેન્ટ્રલ ઝોનમાં 1 કરોડ 42 લાખના ખર્ચે 3 બગીચા, ઇસ્ટમાં 5 કરોડના ખર્ચે 1 પાર્ક અને વેસ્ટમાં 77.27 લાખના ખર્ચે 3 પાર્કનું આયોજન છે. બગીચાઓમાં 4 ફૂડ કોર્ટ ઉભી કરાશે.

આજી નદીના પશ્ચિમ કાંઠે ખાસ આયુર્વેદિક ઉદ્યાન બની રહ્યો છે. અહી યાયાવર પક્ષીઓ માટે રેસ્ટીંગ, બ્રીડીંગ અને ફૂડ મળે એ માટે ખાસ પ્રકારના વૃક્ષોનું વાવાવેતર કરાશે. શહેરમાં વધુને વધુ પથરાળ અને શુષ્ક જગ્યાઓને સ્થાનિક જળસંચય સાથે હરિયાળી બનાવવા અર્બન ફોરેસ્ટ અને સંસ્કૃતિક વન ઉભા કરાશે. જગ્યા મુજબ થીમ પાર્ક બનવાશે. ટીપી પ્લોટમાં વૃક્ષરોપણ કરવામાં આવશે. પ્રથમ તબક્કે રોડ સાઈડ પર 700 વૃક્ષો સહિત કુલ 60 હજાર વૃક્ષોના વાવાતેરનું આયોજન છે. વૃક્ષોની હયાતી અને સંખ્યા ચકાસવા અને કેવા વૃક્ષોની જરૂર છે એ માટે જીઓ ટેગિંગ કરવામાં આવશે.

ઈ-બસ અને ઈ-વાહનની ખરીદી વધારવામાં આવશે. ઈ-વાહન પર સબસીડી પણ જોગવાઈ કરવામાં આવશે. પ્રદુષણ ઘટાડવા મનપાએ જે સાયકલ પરિવહન યોજના શરુ કરી છે એ માટે બજેટ સાયકલ સબસીડી ડબલ કરવા રૂ. 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત મુખ્ય માર્ગો પર ડેડીકેટેડ સાયકલ ટ્રેક બનાવવામાં આવશે.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં નવી યોજનાઓ જાહેર કરાઈ છે એ મુજબ રૂ. 5 કરોડના ખર્ચે વધારાના મોટા મીની ટિપર વાનની ખરીદી કરાશે. બજેટમાં રૂ. 69 લાખના ખર્ચે 1 હજાર જેટલા વ્હીલબરો ખરીદાશે. રૂ. 1 કરોડ 20 લાખના ખર્ચે 4 જેસીબી ખરીદવામાં આવશે. રૂ. 5 કરોડ 59 લાખ ના ખર્ચે 25 જેટલા બેટરી ઓપરેટેડ લીટર પીકર મશીન, રૂ. 75 લાખના ખર્ચે બે સકશન મશીન વાહનો, 40 લાખના ખર્ચે બંધ બોડીના બે ટ્રક ખરીદવામાં આવશે.

નાકરાવાડી લેન્ડફીલ સાઈટ પર નવી 100 એકર જમીનમાં રૂ. 270 લાખના ખર્ચે ગ્રીન બેલ્ટ અને વોલ નું કામ થશે. સોખડા સાઈટ પર રૂ. 156 લાખના ખર્ચે આવું જ કામ કરાશે.બજેટમાં પ્રાણીઓના મૃતદેહોના અગ્નિદાહ માટે રૂ. 1 કરોડના ખર્ચે સુવિધા ઉભી કરાશે.

રાજકોટ ઝુલોજીકલ પાર્ક આધુનીકરણ કરવામાં આવી રહ્યું છે. હાલ પાર્કમાં 437 જેટલા વિવિધ પ્રજાતિના પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે. ઉપરાંત હવે જળ બિલાડી પણ મુકવામાં આવશે. ઝુ માં જંગલી કુતરા, બ્લેક શ્વાન અને ક્રાઉન પિજિયનના પાંજરા પણ બની રહ્યા છે. મુલાકાતીઓ માટે બે બેટરી કાર મુકવામાં આવશે. નવો ટોઇલેટ બ્લોક અને સિંહ ઘર પાસે કેન્ટીનમાં રેસ્ટીંગ સેડ બનાવશે.

મહાપાલિકા સ્ટ્રીટ લાઈટ સુવિધામાં રાજ્યમાં નંબર વન છે આગામી વર્ષે એજી ચોક, બહુમાળી ભવન ચોક અને ચુનારાવાડ ચોક ખાતે ત્રણ એલઈડી હાઈ માસ્ટ લાઈટ મુકાશે.

પુસ્તકાલય અને સાહિત્યની નવી યોજનાઓ માટે બજેટ રૂ. 32.75 લાખ જેવી રકમ ફાળવવામાં આવી છે. વોર્ડ નં.6 માં નવા લાઈબ્રેરીનું કામ પૂર્ણતાને આરે છે. સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવેલા બજેટનું કુલ કદ રૂ. 227580.46 લાખ દર્શાવવામાં આવ્યું છે. બજેટમાં મહેસુલી આવક બજેટ રૂ. 80548.95 લાખ બતાવવામાં આવી છે. કુલ મૂડી આવક રૂ.140876.77 લાખ બતાવવામાં આવી છે. જ્યારે કુલ મહેસુલી ખર્ચ રૂ.74869.36 લાખ બતાવવામાં આવ્યો છે. એક્યો મેહેક્મ કરચ રૂ.34566.88 લાખ બતાવે છે.

વોટર વર્કસ નિભાવ અને મરામત ખર્ચ રૂ.12717 લાખ, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ ખર્ચ રૂ.5662.84 લાખ, ડ્રેનેજ-મરામત ખર્ચ રૂ.2930.73 લાખ, રોડ-રસ્તા નિભાવ મરામત પાછળ રૂ.800 લાખ, શિક્ષણ સેવા ખર્ચ રૂ.2780.86 લાખ, રોશની નિભાવ મરામત ખર્ચ રૂ.943.40 લાખ, સુરક્ષા ખર્ચ રૂ.1101.92 લાખ, ટ્રાન્સપોર્ટ ખર્ચ રૂ. 2214.50 લાખ, ચૂંટણી, વસ્તી ગણતરી અને આધાર ખર્ચ રૂ.1040 લાખ, ગાર્ડન નિભાવ મરામત ખર્ચ રૂ.819.31 લાખ આરોગ્ય સેવા ખર્ચ રૂ.2001.61 લાખ, ફાયર અને ઈમરજન્સી સેવા ખર્ચ રૂ.209 લાખ, પ્રોજેક્ટ તથા સમાજ કલ્યાણ ખર્ચ રૂ.1060.38 લાખ બતાવે છે. કુલ મૂડી ખર્ચ રૂ.147628.76 લાખ દર્શાવવામાં આવ્યો છે.

આવાસ યોજના પાછળ રૂ.42358 લાખ ડ્રેનેજ યોજના પાછળ રૂ.12421.26 લાખ, પાણી પુરવઠા યોજના પાછળ રૂ.17044.66 લાખ, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ ખર્ચ રૂ.8531 લાખ, રસ્તાઓ પાછળ રૂ.8443.70 લાખ, બ્રિજના બાંધકામ પાછળ રૂ.20062.20 લાખનો ખર્ચ, લોકપયોગી વિકાસ કામો માટે રૂ.2323.58 લાખ, આરોગ્ય અને શિક્ષણ સેવા ખર્ચ રૂ.2862.56 લાખ, ટ્રાન્સપોર્ટ ખર્ચ રૂ.2657.71 લાખ દર્શાવવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી માટે મનપાનો ફાળો રૂ.10000 લાખ જેવો રહ્યો છે.

Read About Weather here

મનપાના ટ્રાફિક બજેટમાં મકાન વેરો, વોટર વેરો અને ગાર્બેજ કલેક્શન ચાર્જમાં કોઈ વધારો સૂચવવામાં આવ્યો નથી. બજેટમાં રૂ. 2211.99 લાખની પુરાંત બતાવવામાં આવી છે. વેરા વધારવા બદલે વેરાની વસુલાત વ્યાપક બનાવાશે એ માટે અંદાજ ઉચ્ચો રાખવામાં આવ્યો છે. વધુ વેરા વસુલાત માટે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમમાં ડીજીટલ પેમેન્ટ અને વધુ લાભ અપાશે. જેમાં મે 2021 સુધી મનપાની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પરથી પેમેન્ટ કરાય તો 11 ટકા ડિસ્કાઉન્ટ અને અન્ય રીતે ચુકવણીમાં 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. જુનમાં આ ડિસ્કાઉન્ટ અનુક્રમે 6 અને 5 ટકા રહેશે. મહિલાઓના નામે મિલકત હોય તો વધારાનું 5 ટકા વળતર અપાશે.

બજેટમાં જણાવ્યું હતું કે અત્યારે શહેરમાં 6 સ્થળે અંડરબ્રીજ અને ઓવરબ્રિજ બની રહ્યા છે. લક્ષ્મીનગર ઓવર બ્રિજ 20 કરોડના ખર્ચે બની રહ્યો છે. ઘંટેશ્વર, મુંજકા અને મોટા મવા વિસ્તારમાં રૂ.915 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર નખાશે જ્યારે આ નવા ભળેલા વિસ્તારોમાં પાઈપલાઈન નાખવા અને અપગ્રેડ કરવા રૂ. 2357.57 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here