પ્રધાનમંત્રી ગુજરાતના 21 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી ગુજરાતના 21 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી ગુજરાતના 21 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની યાત્રાએ આજે સાંજે આવી પહોંચશે. તા.17 અને 18 જૂન બે દિવસની વતન યાત્રા દરમ્યાન વડાપ્રધાન કુલ રૂ.21 હજાર કરોડનાં વિકાસ પ્રોજેક્ટ ગુજરાતને ભેટ આપશે. અનેક મહત્વના પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે. સતાવાર સુત્રોએ જણાવ્યા મુજબ વડાપ્રધાન આજે સાંજે 5:30 વાગ્યે ગુજરાત આવી પહોંચશે.વડાપ્રધાન રૂ.16 હજાર કરોડથી વધુનાં રેલવે પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરશે. જે રાજ્યની રેલ કનેક્ટિવિટીને વધુ આધુનિક અને વ્યાપક બનાવશે. રાજ્યમાં માતા અને બાળ આરોગ્યને પ્રોત્સાહન આપવાની યોજનાનું ઉદ્દઘાટન કરશે.

Visit Saurashtra Kranti Homepage here

આવતીકાલ તા.18 ને શનિવારે સવારે 9:15 કલાકે વડાપ્રધાન પાવાગઢ ખાતે નવનિર્મિત થયેલા કાલિકા માતાના મંદિરે પહોંચી દર્શન કરશે અને ઉદ્દઘાટન કરશે. 11:30 વાગ્યે વિરાસત વનની મુલાકાત લેશે અને બાદમાં વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ઉપસ્થિત રહેશે.રેલવેના 16 હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. સમર્પિત ફ્રેટ કોરીડોરનાં 357 કિમી લાંબા ન્યુ પાલનપુર- મદાર વિભાગનું રાષ્ટ્રને લોકાર્પણ કરશે. 166 કિમી લાંબા અમદાવાદ- બોટાદ ગેજ ક્ધવર્ઝન 81 કિમી લાંબા, પાલનપુર-મીઠા સેક્શનનું વિદ્યુતિકરણ તેમજ સુરત, ઉધના, સોમનાથ અને સાબરમતી સ્ટેશનનાં પુન:વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. અન્ય સંખ્યાબંધ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું પણ ભૂમિપૂજન કરશે., પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 1.38 લાખ મકાનો નરેન્દ્ર મોદીના હસ્તે સમર્પિત કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં આશરે રૂ.1800 કરોડનાં મકાનો અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ.1530 કરોડના મકાનોનો સમાવેશ થાય છે.

Read About Weather here

ત્યારબાદ રૂ.310 કરોડનાં ખર્ચે બનનારા નવા 3 હજાર ઘરોનું ખાતમુહૂર્ત પણ કરશે. વડાપ્રધાન બાદમાં ખેડા, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા અને પંચમહાલનાં રૂ.680 કરોડથી વધુનાં વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.ડભોઇ તાલુકાના કુંધેલા ગામમાં વડોદરાથી 20 કિમી દૂર રૂ.425 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો મોદી શિલાન્યાસ કરશે. એ પછી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરાવશે. જેનો ખર્ચે રૂ.800 કરોડ છે. આ યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને દર મહીને આંગણવાડી કેન્દ્રોમાંથી બે કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 કિલો ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે. પ્રધાનમંત્રી પોષણ સુધા યોજના માટે પ્રધાનમંત્રી મોદી રૂ.120 કરોડનાં ચેકનું આદિવાસીઓને વિતરણ કરશે. ગુજરાતની બે દિવસની મુલાકાત દરમ્યાન પાવાગઢની યાત્રા અને માતા હીરાબા સાથેની મુલાકાત લેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here