પેટ્રોલ અને ખાદ્ય તેલોની સાથે કઠોળના ભાવોએ ફટકારી સદી

પેટ્રોલ અને ખાદ્ય તેલોની સાથે કઠોળના ભાવોએ ફટકારી સદી
પેટ્રોલ અને ખાદ્ય તેલોની સાથે કઠોળના ભાવોએ ફટકારી સદી

તહેવારો પર દરેક ખાદ્ય પદાર્થના આકાશને આંબતા ભાવથી દેકારો: ગૃહિણીઓના બજેટ થયા અસ્ત વ્યસ્ત, ગરીબો માટે સૌથી વધુ કપરી સ્થિતિ

ગુજરાતમાં અત્યારે તહેવારોની મોસમ ચાલી રહી છે ત્યારે એકાએક તમામ પ્રકારની ખાદ્ય ચિજ-વસ્તુઓના ભાવોમાં બેકાબુ વધારો જોવા મળી રહયો છે જેનાં કારણે હજારો પરીવારોનાં રસોડાના બજેટ વેરવીખેર થઇ ગયા છે

Visit Saurashtra Kranti Homepage here

અને ગરીબો માટે તો બે ટંક ભોજન પણ મેળવવાનું વધુને વધુ મુશ્કેલ બની ગયું છે. છેલ્લા બે દિવસથી બજારમાંથી મળતા આંકડા મુજબ ખાદ્યતેલ અને પેટ્રોલ-ડિઝલના ભાવ તો રૂપિયા 100ની સપાટી અગાઉથી વટાવી ચુકયા છે

અને હવે કઠોળ અને શાકભાજીના ભાવોએ પણ સદી ફટકારી દીધી છે. જેથી કરીને જનજીવનમાં ભારે દેકારો બોલી ગયો છે.અત્યારે તહેવારોની મોસમ પુરબહારમાં ખીલી છે ઉપવાસનો પવિત્ર શ્રાવણ મહિનો આગળ ધપી રહયો છે.

રક્ષાબંધનનો તહેવાર આંગણે આવી ગયો છે. જન્માષ્ટમી પણ નજીક છે જયારે ખાદ્ય પદાર્થોના ભાવ ભડકે બળી રહયા છે. કોઇપણ પ્રકારનું ભાવ નિયંત્રણ બજારમાં જોવા મળતું નથી.

પરીણામે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની જવા પામી છે. આવી સ્થિતિમાં તહેવારો કઇ રહીતે ઉજવવા તેની મુંઝવણમાં હજારો પરીવારો માટે તહેવારોનો ઉંમગ પણ ફિક્કો પડી ગયો છે.

પેટ્રોલ અને ખાદ્ય તેલોની સાથે સાથે હવે કઠોળના ભાવ પણ રૂ.100ની આકરી સપાટી વટાવી ચુકયા છે. ચણા, ચોળા, મઠ, મગ, કાબુલી ચણા, ચોરા, વાલ અને રાજમા જેવા કઠોળના ભાવ કિલો દીઠ રૂ.100ની સપાટી વટાવી ચુકયા છે.

મગદાળ અને તુવેરદાળના ભાવ પણ રૂ.100ની સપાટીની નજીક પહોંચવાની તૈયારીમાં છે.આ રીતે કોઇપણ આવશ્યક ખાદ્ય ચિજ વસ્તુ એવી રહી નથી જેના ભાવ બેકાબુ બનીને ધસમસી ગયા હોય સરકારે કમસે કમ તેવારો પણ ભાવ નિયંત્રણની દિશામાં કડક પગલા લેવાની જરૂર છે

Read About Weather here

નહીંતર તહેવારો પર લોકોના ચહેરા પરથી નુર ઉડી જશે. તાત્કાલિક કઠોળ, શાકભાજી, ખાદ્ય તેલોના ભાવની નિયંત્રણ જાહેર કરવામાં આવશે તેવી જોરદાર લોક લાગણી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here