પહેલાં ઈંડું આવ્યું કે મરઘી…?

પહેલાં ઈંડું આવ્યું કે મરઘી...?
પહેલાં ઈંડું આવ્યું કે મરઘી...?
રિસર્ચ ટીમને લીડ કરનારા વૈજ્ઞાનિક ડો. કોલિન ફ્રીમૈને કહ્યું, ‘લાંબા સમયથી શંકા હતી કે ઈંડું પહેલા આવ્યું કે મરદ્યી. હવે અમારી પાસે આ વાતના પુરાવા છે, જે આપણને જણાવે છે

Visit Saurashtra Kranti Homepage here

કે દુનિયામાં મુરઘી પહેલાં આવી. બ્રિટનની શેફિલ્ડ અને વારવિક યુનિવર્સિટીના ઘણા પ્રોફેસરોએ ઈંડા અને મરઘીના પ્રશ્ન પર રિસર્ચ કર્યું. લાંબા સ્ટડીથી ખબર પડે છે કે દુનિયામાં સૌથી પહેલાં ઈંડું નહી પરંતુ મરદ્યી આવી હતી.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઈંડાના છીપમાં ઓવોકિલડિન નામનું પ્રોટીન જોવા મળે છે. આ પ્રોટીન વિના ઇંડાનું નિર્માણ અશકય છે. આ પ્રોટીન માત્ર ચિકનના ગર્ભાશયમાં જ બને છે, તેથી દુનિયામાં પહેલાં મરદ્યી આવી. તેના ગર્ભાશયમાં ઓવોકિલડિન બન્યું. ત્યારબાદ આ પ્રોટીન ઈંડાના છીપમાં પહોંચ્યું.

Read About Weather here

વૈજ્ઞાનિકોના આ રિસર્ચથી એ તો ખબર પડી ગઇ કે દુનિયામાં ઈંડા પહેલા મરઘી આવી હતી. જો કે, તો પછી મરઘી દુનિયામાં કેવી રીતે પહોંચી, આ પ્રશ્ન હજુ પણ વણઉકેલાયેલ કોયડો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here