પરષોતમ રૂપાલાના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત: ગન સાથે બે ગાર્ડ તહેનાત

પરષોતમ રૂપાલાના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત: ગન સાથે બે ગાર્ડ તહેનાત
પરષોતમ રૂપાલાના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત: ગન સાથે બે ગાર્ડ તહેનાત

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમા ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. ત્યારે સમગ્ર મામલે મૂળ ભાવનગરના અને રાજકોટમાં રહેતા આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે અને જેમાં કોર્ટ દ્વારા તેમનું નિવેદન લઈ આગામી 15 એપ્રિલના રોજ સાક્ષીઓ સાથે રાખી મુદત આપવામાં આવી છે.

બીજી તરફ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આઈબી દ્વારા આપવામાં આવેલ ઇનપુટને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેમાં રાજકોટના અમીનમાર્ગ પર આવેલ હરિહર સોસાયટી સ્થિત પુરૂષોત્તમ રૂપાલાના નિવાસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં તહેનાત છે. જ્યારે પોલીસ એસ્કોર્ટમાં 1 ઙજઈં સાથે 3 પોલીસ કર્મી સહિત ચાર પોલીસ જવાનને સાથે વધારાની ફાળવણી કરવામાં આવી છે. કોઈ પણ જગ્યાએ સભા કે રેલી હોય તો એ જગ્યાએ જે-તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને બંદોબસ્ત અને જવાબદારી સોંપવામાં આવી છે.