દ્વારકા જિલ્લામાં 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું…!

ગુજરાતમાં 2016 પછી માત્ર પાંચ વર્ષમાં 1900 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતમાં 2016 પછી માત્ર પાંચ વર્ષમાં 1900 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસની ટીમોએ દરોડા પાડીને લાખો રૂપિયાનું ડ્રગ્સ-હેરોઈન ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા સુનિલ જોશીની આગેવાનીમાં એલસીબી અને એસઓજી ટીમે ખંભાળીયા-સલાયા રોડ ઉપર દરોડો પાડયો હતો અને ૫૦ થી ૬૦ કિલો ડ્રગ્સ-હેરોઈન ઝડપી પાડયુ હતું.

આ જથ્થો ઝડપાયા બાદ તેની આસપાસ બીજો દરોડો પાડવામાં આવતા લાખો રૂપિયાનો બીજો જથ્થો પણ પકડાયો હોવાનું જાણવા મળ્યુ છે. જો કે સત્તાવાર જાહેરાત બપોર સુધીમાં થવાની શકયતા છે.

Read About Weather here

આ દરોડો દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ટીમ, એલસીબી, એસઓજી તથા બહારથી આવેલી એટીએસ ટીમે પણ પાડયો હોવાનું જાણવા મળ્યુ છે. દિવાળી બાદ પ્રથમ વખત ઓપરેશન હાથ ધરીને મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાતા ભારે સનસનાટી મચી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here