દેડીયાપાડાની સીમમાંથી રૂ. 20.73 લાખની કિંમતનો 21696 બોટલ દારૂ પકડાયો

દેડીયાપાડાની સીમમાંથી રૂ. 20.73 લાખની કિંમતનો 21696 બોટલ દારૂ પકડાયો
દેડીયાપાડાની સીમમાંથી રૂ. 20.73 લાખની કિંમતનો 21696 બોટલ દારૂ પકડાયો

નાસી છૂટનાર દેડીયાપાડાના બે બુટલેગરો સામે ગુનો નોંધાયો

દેડીયાપાડા તાલુકાના પોમલાપાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો કિં.રૂ. 21,69,600 નો ઇંગ્લીશ દારૂ જથ્થો દેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યો છે. દેડીયાપાડા પારસી ટેકરા ખાતે રહેતા વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફ રાજા ભરતભાઇ આર્યએ મનોજભાઇ મગનભાઇ વસાવા (મુળ રહે નિંઘટ હાલ રહે. પોમલાપાડા ગામની સીમમા તા. પોમલાપાડા) દેડીયાપાડાથી અંક્લેશ્ર્વર તરફ જતા રોડથી દક્ષીણે આવેલ કંચનભાઇ પાંચાભાઇ તડવી (રહે, થવાવી, નવી વસાહત, તા. દેડીયાપાડા) ની માલીકીના ખેતરમાં મનોજભાઇ મગનભાઇ વસાવાએ બનાવેલ મકાનમાં મોટા પ્રમાણમા ઇંગ્લીશ દારૂ જથ્થો સંતાડી રાખેલ છે.

Subscribe Saurashtra Kranti here

જે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મનોજભાઇ મગનભાઇ વસાવા તથા વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઇ આર્યએ ભેગા મળી મંગાવેલ છે અને મોડી રાતે ગ્રાહકો બોલાવી તેઓ આ જથ્થો વેચાણ કરવાના છે. જે બાતમી આધારે પો.સ.ઇ એચ.વી.તડવી તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા પોમલાપાડા ગામની સીમમાંથી રોયલ બ્લેક વ્હીસ્કીના ક્વાટરીયા નંગ. 20736 કિંમત રૂ. 20,73,600 તથા સેંગ્રામ ઇમ્પિરિયલ બ્લ્યુ વ્હીસ્કીના ક્વાટરીયા નંગ-960, કિંમત રૂ. 96000 ના મળી કુલ બોટલ નંગ 21696 ફૂલ કિંમત રૂ. ર1, 69,600 નો મુદ્દામાલ પકડી પાડેલ છે

Read About Weather here

અને આ ઇંગ્લીશ દારૂનો ગેરકાયદેસરનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે મંગાવનાર આરોપીઓ વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઇ આર્ય (રહે, દેડીયાપાડા, પારસી ટેરા, તા.દેડીયાપાડા, જી.નર્મદા) તથા મનોજભાઇ મગનભાઇ વસાવા મુળ (રહે. નિંઘટ હાલ રહે.પોમલાપાડા ગામની સીમમાં તા.દેડીયાપાડા જી.નર્મદા) ના સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ પો.સ.ઇ.એચ.વી.તડવી દેડીયાપાડા પોલીસે હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here