દુધમાં ભેળસેળ ચલાવી લેવાય નહીં: પરષોતમ રૂપાલા

દુધમાં ભેળસેળ ચલાવી લેવાય નહીં: પરષોતમ રૂપાલા
દુધમાં ભેળસેળ ચલાવી લેવાય નહીં: પરષોતમ રૂપાલા

કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા સર્કિટ હાઉસ ખાતેથી બાઈક અને કારના કાફલા સાથે પ્રસ્થાન કર્યું હતું. આ યાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું.

Read Local News / Articles : Saurashtra , Gujarat

સર્કિટ હાઉસ ખાતેથી આ યાત્રા નીકળ્યા બાદ વોર્ડ નંબર 4 માં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે નગરસેવકો સહિતના અગ્રણીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમમ રૂપાલાએ વેકસીનેશન સ્થળની મુલાકાત, સંતોના આશીર્વાદ લઈ સામાજિક અને પ્રબુદ્ઘ નાગરિક સંમેલનમાં હાજરી આપી બાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, દુધમાં ભેળસેળ કોઇ પણ પ્રકારે ચલાવી લેવાય નહીં રાજય, જિલ્લા અને તાલુકા કક્ષાએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભેળસેળ અટકાવવામાં આવશે.

Read About Weather here

વોર્ડ નંબર-2 માં આવેલ શકિત ચોક ખાતે સ્થાનિક નગરસેવકો અને અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું, નહેરુ ગેઇટ ચોકમાવોર્ડ નંબર 1, 5 અને 6 ના લોકો દ્વારા, તો શાક માર્કેટ યદુનંદન ગેઇટ પાસે વોર્ડ નંબર-13 ના કાર્યકરો અને નગરસેવકો તેમજ રવાપર રોડ ઉપર શહેર ભાજપના કાર્યાલય ખાતે વોર્ડ નંબર-7, 11,12 ના લોકો અને રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક ખાતે વોર્ડ નંબર 10 ના લોકો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદરો, નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે વોર્ડ નંબર 9 ના લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here