ડ્રોનની નજરે મેળાની મોજ…!

ડ્રોનની નજરે મેળાની મોજ…!
ડ્રોનની નજરે મેળાની મોજ…!
સુરતીઓ વેકેશનમાં દેશના અનેક ખુણાઓમાં જઈ અનોખી રીતે ઉજવણી કરતાં હોય છે. ખાણી પીણીની નગરી સુરતમાં શાળાનું વેકેશન હોવાથી હાલમાં લોકો ફરવાની મજા માણી રહ્યા છે.  વેકેશન હોવાથી લોકો બહારગામ ફરવા જઈ રહ્યા છે, ત્યારે કેટલાક લોકો વીકેન્ડમાં ફાર્મ હાઉસમાં જઈ મોજ મસ્તી કરી દિવસોની મજા માણી રહ્યા છે.ત્યારે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકો ડ્રોન કેમેરામાં કેદ થયાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

સ્વાદપ્રિય સુરતીઓ હાલ ઉનાળાના વેકેશનમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા મેળામાં અવનવા ભોજનનો સ્વાદ તો માણી જ રહ્યા છે. સાથે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા અવનવી રાઈડ્સની પણ મજા માણી રહ્યા છે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં અલગ અલગ રાઈડ્સથી લઈને અવનવા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં મનોરંજનની સાથે મસ્તીની સાંજ સુરતીઓ પસાર કરી રહ્યાં છે.

Read About Weather here

લોકો કોરોનાની કેદમાંથી બહાર નીકળ્યા હોય તે રીતે મેળાની મજા માણી રહ્યાં છે.

વાર તહેવાર તો સુરતીઓ ઉજવણીમાં અન્ય શહેરો કરતા મોખરે રહે છે. કોરોના કાળમાં ઘરોમાં જ રહેલા લોકો હાલમાં ઉજવણી કરવામાં મસ્ત બની રહ્યો હોવાનું જોવા મળે છે.વિવિધ પ્રકારની રાઈડ અને રમકડા સહીત ખાણી પીણીના સ્ટોલનુ આયોજન કરવામાં આવતાં આર્કષાયને શહેરીજનો રવિવારની મજા માણવા હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લાબા સમય બાદ શહેરમાં જાણીતા વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ ખાતે મનોરંજન માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here