ઠંડીનો પારો શૂન્યની નીચે ગગડ્યો…!

ઠંડીનો પારો શૂન્યની નીચે ગગડ્યો...!
ઠંડીનો પારો શૂન્યની નીચે ગગડ્યો...!
શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે એક દિવસ પહેલા કરતા ૦.૬ ડિગ્રી સેલ્યિયસ વધારે છે. કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ રિસોર્ટમાં લઘુતમ તાપમાન ૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કાશ્મીરમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસની નીચે રહેવાનું ચાલુ છે. જો કે ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે આમ છતાં લઘુતમ તાપમાન શૂન્યથી ઓછું જ નોંધવામાં આવ્યું હતું તેમ હવામાન ખાતાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

વાર્ષિક અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં આજે લઘુતમ તાપમાન માઇનસ ૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનના ચુરૂમાં લઘુતમ તાપમાન ૩.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

રાજસ્થાનના નાગૌર, સિકર, અલવર, પિલાની અને હનુમાનગઢમાં લઘુતમ તાપમાન અનુક્રમે ૪.૭, ૫, ૫,૧, ૫,૩ અને ૫.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

Read About Weather here

દિલ્હીમાં લઘુતમ તાપમાન ૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામા આવ્યું છે. જે ચાલુ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીનું આજનું તાપમાન સરેરાશ તાપમાન કરતા બે ડિગ્રી ઓછું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here