ટ્રાવેલ્સ બસ પલ્ટી મારી: ૫૦ થી વધુને ઇજા

ટ્રાવેલ્સ બસ પલ્ટી મારી: ૫૦ થી વધુને ઇજા
ટ્રાવેલ્સ બસ પલ્ટી મારી: ૫૦ થી વધુને ઇજા

ચોટીલા તાલુકાના ચાર ગામના કોળી પરિવારના સભ્યો પિતૃકાર્ય માટે પ્રભાસ પાટણ જઈ રહ્યો’તો

મુસાફરોની ચીસો થી હાઈ-વે ગુંજી ઉઠતા સામાજિક કાર્યકરો – પોલીસ મદદે દોડી ગઈ

જશદણ ગોંડલ હાઇ-વે પર ગોંડલ થી એક કીમી.દુર મોડી રાત્રીના મુસાફરોથી ખીચોખીચ ભરેલી ડબલ ડેકોરની લકઝરી બસ પલટી ખાઇ જતા ચીસાચીસથી હાઈ-વે ગુંજી ઉઠ્યો હતો.અકસ્માતમાં 70 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં ગોંડલ તથાં રાજકોટ હોસ્પિટલ ખસેડાયાં હતાં.

સદનશીબે કોઈ જાનહાની થઇ નથી. બનાવના પગલે સીટી પીઆઇ.સંગાડા સહીત નો પોલીસ સ્ટાફ તથાં આગેવાનો ઘટના સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી કરી હતી.

રાત્રીના સમયે એકાએક ખૂંટિયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હોવાનું બસ ડ્રાઈવરે જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ રાત્રીના બે વાગ્યાનાં સુમારે જશદણ તરફથી આવી રહેલ જશદણનાં આઇકૃપા ટ્રાવેલ્સની જીજે.14.T.0835 નંબર ની લકઝરી બસ ઘોઘાવદર રોડ ઉપર ધારેશ્ર્વર ચોકડી નજીક ખૂંટિયો આડો ઉડતા પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.

ઓવરલોડ મુસાફરોથી ભરેલી બસ રોડની સાઇડમાં પલટી ખાઇ જતા ચીસાચીસ મચી જવાં પામી હતી.

ટ્રાવેલ્સ બસ પલ્ટી મારી: ૫૦ થી વધુને ઇજા ઇજા
બસ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો

અકસ્માતની જાણ થતાં ઇમરજન્સી 108 સહીતની એમ્બ્યુલન્સો માનવ સેવા ટ્રસ્ટ નાં પ્રફુલભાઈ રાજ્યગુરુ,ધારાસભ્ય ગીતાબા જાડેજા નાં પુત્ર યુવા અગ્રણી ગણેશસિહ જાડેજા,નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રુપીભાઇ જાડેજા, માંધાતા ગૃપ નાં આગેવાનો,પીઆઇ સંગાડા સહીત ઘટનાં સ્થળે દોડી જઇ અલગ અલગ એમ્બ્યુલન્સ દ્વારા ઘવાયેલાં મુસાફરો ને ગોંડલ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.

ચોટીલા તાલુકાના વડારી,મોણપર, કમળાપુર, દેવપરા, જસદણ અને લાખચોકીયા ગામનાં કોળી પરીવાર નાં અંદાજે ૮૦ જેટલાં સ્ત્રી,પુરુષ અને બાળકો જેમાં સાકરીયા,રોજાસરા તથા મેણીયા પરીવારનો સમાવેશ થાય છે.

આ બધાં સોમનાથ પાસેનાં પ્રભાસ પાટણમાં પ્રાચી પિતૃકાયઁ કરવાં રાત્રીના બાર વાગ્યા ની આસપાસ લકઝરી બસમાં વડારી થી રવાનાં થયાં હતાં.

દરમ્યાન ગોંડલ નજીક રોડ પર ઢોર આડુ ઉતરતાં તેને બચાવવા બસ ડ્રાઇવરે બસ નો કાવો મારતાં ખીચોખીચ ભરેલી બસ રોડ ની સાઇડમાં પલટી ખાઇ ગઇ હતી.બસમાં ક્ષમતા થી વધું મુસાફરો હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ગોંડલ સિવીલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી.

જ્યારે વધુ ઇજા પામેલાં વડારી નાં રઘા ધના,પંકજ રોજાસરા,વાલજી,ગગજી ધના,પીપળીયાનાં અમરસિંહ,વિભા વાઘા મેણીયા,કાળુ નાથા મેણીયા,અંજલી બેન સાકરીયા,અર્જુન રોજાસરા,ચંપાબેન મેણીયા,સવિતાબેન રોજાસરા,ધીરુ, સમજુ, નીલમ, ગાબજી, અમરસિંહ, હરદેવ, રાયધન સાકરીયા, અર્જુન સાકરીયા સહીત ત્રીસ વ્યક્તિઓ ને વધું સારવાર માટે રાજકોટ ખસેડાયાં હતાં.

Read About Weather here

બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.સદનશીબે મુસાફરોને નાની મોટી ઇજા પંહોચી હતી પરંતુ જાનહાની થઇ નથી.બનાવ અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here