જેતપુરમાં દોઢ કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

જેતપુરમાં દોઢ કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
જેતપુરમાં દોઢ કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

રૂરલ એસ.ઓ.જી ની ટીમે બગસરાનાં શખ્સ સહિત બે ને દબોચી લઇ રૂ. ૧.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જેતપુરમાં રૂરલ એસ.ઓ.જી ની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે બે શખ્સોને દબોચી લઇ દોઢ કિલો ગાંજો કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ રૂરલ એસ.ઓ.જી નાં પી.આઈ  એ.આર.ગોહિલની સુચનાથી પી.એસ.આઈ એચ.એમ.રાણા સહિતનો સ્ટાફે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે બગસરાનો શખ્સ જેતપુરમાં ગાંજાનો જથ્થો આપવા આવવાનો હોવાથી પોલીસે શહેરમાં વોચ ગોઠવી હતી તે દરમ્યાન પેઢલા ગામ રહેતો ભરત જયંત ભટ્ટ તથા બગસરામાં રહેતો આદીલ રહીમ સૈયદ નામના બંને શખ્સો દોઢ કિલો ગાંજો કિંમત રૂ. ૧૫૨૫૦ ની આપ-લે કરતા હોય પોલીસે બંને શખ્સોને દબોચી લઇ ગાંજો સહિત રૂ. ૧૨૫૭૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.