જૂની બોટલમાં નકલી દારૂ ભરી વેચાણ કરતા બંટી બબલી ઝડપાયા

૧૦૦ પાઈપર, બ્લેન્ડર, મ્રાઈડ, જોની વોકર ની બોટલમાં દેશી દારૂ ભરી ચાની ભૂકીનું પાણી ભરી નકલી દારૂ બનાવતું હતું દંપતી: કોઠારીયા રોડ પર પાંચ બોટલ સાથે શખ્સની ધરપકડ

કોરોનાની મહામારીનાં પગલે લોકડાઉન અને રાત્રી કર્ફ્યુંનો કડક પણે અમલ કરવામાં આવતા દારૂ વેચવામાં ભારે મુશ્કેલી પડતી હોવાથી અને પ્યાસીઓને દારૂ મેળવવા ગમે તે દારૂ ખરીદ કરતા હોવાથી માધાપર ગામમાં રહેતા બંટી બબલીએ ડુપ્લીકેટ દારૂ બનાવી જૂની બોટલમાં વેચાણ શરુ કરતા પોલીસે ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ માધાપર ગામમાં ગ્રામીણ બેંકની સામે મયુર સોસાયટીમાં રહેતો સંજય અશોક બાહુકીયા તથા તેની પત્ની નેહા ઉર્ફે શબાના સંજય બાહુકીયા નામના બંટી બબલીએ આંશિક લોકડાઉનમાં કમાવવાનો રસ્તો શોધી કાઢી બજારમાંથી નવી નકોર દેખાતી ઊચી બ્રાંડની દારૂની બોટલો ખરીદ કરી તેમાં દેશી દારૂ અને ચાની ભૂકીનું પાણી ભરી પ્યાસીઓને ધાબડી ડેટા હોય બંટી બબલી એક્સેસ મોટર સાયકલમાં ૧૦૦ પાઈપર પર છ બોટલ, બ્લેન્ડર પ્રાઈડની એક બોટલ તથા જોની વોકર ડબલ બ્લેકની બે બોટલ સહીત નવ બોટલમાં ડુપ્લીકેટ દારૂ ભરી વેચવા નીકળતા જવાહર રોડ પર ગેલેક્સી હોટલ પાસેથી એ.ડિવિઝન પોલીસના પી.એસ.આઈ બી.વી.ગોહિલ, ડી.બી.ખેર, હારુનભાઈ, રામભાઈ સહીતના સ્ટાફ દબોચી લઇ રૂ.૩૦૧૪૦ નો મુદ્દામાલ કબજે કરી બંટી બબલીની ધરપકડ કરી છે.

Read About Weather here

જયારે અન્ય એક બનાવમાં ક્રાઈમ બ્રાંચની ટીમે કોઠારીયા મેઈન રોડ પર આવેલા બગીચા પાસે મણીયાર ક્વાર્ટરમાં કેતન ઉર્ફે કેતલો અરવિંદ સોલંકી નામના શખ્સને રૂ.૨૦૦૦ ની કિંમત ની પાંચ બોટલ દારૂ સાથે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here