જુ.ક્લાર્કના કોલ લેટર આજથી કરી શકાશે ડાઉનલોડ, રાજકોટ જિલ્લાના 150 જેટલા કેન્દ્રો ઉપર 9 એપ્રિલે પરીક્ષાનું આયોજન

જુ.ક્લાર્કના કોલ લેટર આજથી કરી શકાશે ડાઉનલોડ, રાજકોટ જિલ્લાના 150 જેટલા કેન્દ્રો ઉપર 9 એપ્રિલે પરીક્ષાનું આયોજન
જુ.ક્લાર્કના કોલ લેટર આજથી કરી શકાશે ડાઉનલોડ, રાજકોટ જિલ્લાના 150 જેટલા કેન્દ્રો ઉપર 9 એપ્રિલે પરીક્ષાનું આયોજન
અગાઉ મોકૂફ રખાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી તારીખ 9 એપ્રિલના રોજ લેવાનાર છે ત્યારે આ પરીક્ષા આપનાર ઉમેદવારોના કોલ લેટર તારીખ 31 માર્ચને શુક્રવારથી ડાઉનલોડ કરી શકાશે તેવું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લામાં 43258 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવવાના છે જેના માટે 150 જેટલા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર,કોલ લેટર/હોલ ટિકિટના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

રાજકોટ જિલ્લામાં  9મી એપ્રિલે  150 કેન્દ્ર પર લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે અંદાજિત 3500 વ્યક્તિનો સ્ટાફ આ કામગીરીમાં જોડાશે. ફ્લાઈંગ સ્ક્વોડ, બોર્ડના પ્રતિનિધિ, સીસીટીવીનું મોનિટરિંગ કરવા માટેનો સ્ટાફ, ખંડ નિરીક્ષક સહિતની સ્ટાફની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત પંચાયત બોર્ડની એસઓપી મુજબ જે સ્ટાફ પરીક્ષા દરમિયાન ફરજ બજાવવાનો છે તેમના માટે ખાસ ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવશે.

Read About Weather here

પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર જ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે ન પ્રવેશે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે. પરીક્ષા અંગેની કોઇ મુશ્કેલી કે ફરિયાદ હોય તો જિલ્લા પરીક્ષા કન્ટ્રોલરૂમ પણ કાર્યરત રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here