જીટીયુમાં તેજસ્વી દેખાવથી ચમકતા એચ.એન.શુક્લ કોલેજનાં વિદ્યાર્થીઓ

જીટીયુમાં તેજસ્વી દેખાવથી ચમકતા એચ.એન.શુક્લ કોલેજનાં વિદ્યાર્થીઓ
જીટીયુમાં તેજસ્વી દેખાવથી ચમકતા એચ.એન.શુક્લ કોલેજનાં વિદ્યાર્થીઓ

તાજેતરમાં જીટીયુ દ્વારા એમ.બી.એ સેમેસ્ટર-1 અને એમ.બી.એ સેમેસ્ટર- 3 નાં પરિણામ થયેલ. એચ.એન.શુક્લ કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીર્સની ઉતમ કક્ષાની શિક્ષણ વ્યવસ્થાને લીધે સમગ્ર રાજ્યમાં રાજકોટનો ડંકો વાગ્યો, વિદ્યાર્થીઓ હિરાણી કુશ, વેકરીયા વિતલ, ખોલિયા મોનીલ, પંડ્યા હેતા, ચાવડા હેમાલી, ઉપાધ્યાય પ્રતિક અને લુહાર નમ્રતા 10 એસ.પી.આઈ સાથે જીટીયુ ફર્સ્ટ,

એમ.બી.એ સેમેસ્ટર-૧ માં અને 3 વિદ્યાર્થીઓ ખુહા જીજ્ઞેશ 9.75 એસ.પી.આઈ સાથે જીટીયુ થર્ડ, ટાટરીયા અનીષ અને 9.63 એસ.પી.આઈ સાથે જીટીયુ- ૯ માં તથા ચોટલીયા દિપાલી 9.63  એસ.પી.આઈ સાથે જીટીયુ- 10 સાથે એમ.બી.એ સેમેસ્ટર- 3  માં જીટીયુ ટોપ-10 માં પોતાનું સ્થાન મેળવવામાં સફળ થયા છે.

Subscribe Saurashtra Kranti here

સંસ્થાના પ્રમુખ ડો. નેહલભાઈ શુક્લ, ઉપપ્રમુખ મહેશભાઇ કયાડા, મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઈ રૂપાણી, કેમ્પસ ડીરેક્ટર અને ટ્રસ્ટી સંજયભાઈ વાધર તથા તમામ ટ્રસ્ટીઓ સંસ્થાની આવી જળહળતી સફળતા જોઇને ખુબજ આનંદની લાગણી અનુભવે છે, અને તમામ વિધાર્થીઓને અભિનંદન પણ પાઠવેલ છે. આ તમામ વિધાર્થીઓને રોકડ પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરેલ છે.

વિધાર્થીઓના અભિપ્રાય મુજબ એચ.એન.શુક્લ કોલેજ સંસ્થામાં ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાના ડીરેકટર ડો. રતીશ કક્કડ, હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ અયુબખાન યુસુફજય તથા તમામ શિક્ષકગણ અસી. પ્રોફ. પારસ પરમાર, અસી. પ્રોફ. ચાર્મી લિયા, અસી. પ્રોફ. અદિતિ ચેટરજી અને અસી. પ્રોફ. ગૌરાંગ પુરોહિત, દ્વારા ખુબજ સરળ અને પ્રેકટીકલ રીતે શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે,

Read About Weather here

જેના પરિણામ સ્વરૂપ તેઓ આ સફળતા મેળવી શક્યા. સાથોસાથ વધ્યાર્થીઓને વાસ્તવિક રીતે બીઝનેસનો અનુભવ થાય, તે માટે કોલેજ દ્વારા કરાવવામાં આવતી અવનવી એકટીવીટી, જેવીકે બીઝનેસ ફીએસ્ટા, swoc કોમ્પીટીશન, પ્રેઝન્ટેશન કોમ્પીટીશન અને પ્લેસમેન્ટ ની સારામાં સારી સુવિધા વગેરેનો પણ ઉલ્લેય કર્યો.

આ પ્રસંગે એવું સાબિત થાય કે ખરેખર ગુજરાત રાજ્યમાં એચ.એન. શુક્લ કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીસએ ખરા અર્થમાં મૂલ્યવર્ધિત શિક્ષણ આપવામાં સફળ થયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here