‘ચલો ગાંધીનગર’ એલાનને પગલે સરકાર સતર્ક

‘ચલો ગાંધીનગર’ એલાનને પગલે સરકાર સતર્ક
‘ચલો ગાંધીનગર’ એલાનને પગલે સરકાર સતર્ક

અમદાવાદમાં યુવા કોંગ્રેસનાં 7 કાર્યકરો અને જામનગરમાં પણ પોલીસ ટેકેદારો સામે કાર્યવાહી

ગુજરાતમાં ગ્રેડ-પે સહિતની માંગણીઓનાં ટેકામાં પોલીસ કર્મીઓનાં પરિવારજનો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને તોડી પાડવામાં સરકારને સફળતા મળી છે. આંદોલનકારોમાં ભાગલા પડી ગયા હોવાનું બહાર આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

એક જૂથ દ્વારા ગઈકાલે સાંજે આંદોલન સમેટી લેવાયું હોવાનું જાહેર કરાયું હતું. તો બીજી તરફ પોલીસ પરિજનોને ચલો ગાંધીનગરનું આહ્વાન કરતા સંદેશા સોશિયલ મીડિયામાં ફરતા થઇ જતા રાજ્ય સરકાર એકદમ સાવધ થઇ ગઈ છે અને એલર્ટ જાહેર કરી દેવાયું છે.

ગુજરાતમાં આ રીતે પોલીસ આંદોલનનો મામલો હવે ગરમાવો પકડી રહ્યો છે અને પરિસ્થિતિ ધીમે ધીમે તંગ બની રહી છે. જાહેર જનતાનો પણ પોલીસ આંદોલનને ટેકો મળી રહ્યો હોવાથી આંદોલનનાં ટેકેદારો સામે પણ પોલીસ પગલા લેવામાં આવી રહ્યા છે.

ચલો ગાંધીનગરનાં એલાનને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાનાં ગુપ્તચર વિભાગનાં અધિકારીઓને એલર્ટ રહેવાનું આદેશ આપવામાં આવ્યું છે. ગાંધીનગર પહોંચવાના એલાનને લગતા સંદેશા સોશિયલ મીડિયામાં ફરતા થઇ ગયા હોવાથી રાજ્ય સરકાર અને ગૃહ ખાતું એકદમ સાવધ થઇ ગયા છે.

રાજ્યનાં તમામ એસપી અને કમિશનરને એલર્ટ રહેવાનો આદેશ અપાયો છે.દરમ્યાન બુધવારે રાત્રે ગાંધીનગર ખાતે પોલીસ પર પોલીસનાં એક્શનની અનોખી ઘટના બની હતી.

એલાનનાં અનુસંધાને પોલીસ ગાંધીનગરની સત્યાગ્રહની છાવણી પર પહોંચી હતી ખુદ ગાંધીનગરનાં એસપી મયુર ચાવડા સત્યાગ્રહ છાવણી ધસી ગયા હતા અને મધરાત્રે આંદોલનકારી પોલીસ પરિજનોને ઉઠાડી મુકવામાં આવ્યા હતા. સ્થળ પરથી મંડપ પણ હટાવી લેવામાં આવ્યો હતો.

સ્ટેટ આઈબીનાં વડા દ્વારા આઈબીનાં તમામ એસપી અને કમિશનરને સાવધ રહેવાનો આદેશ અપાયા બાદ આંદોલનકારો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આજે ફરીવાર પોલીસ પરિજનો એમની માંગણીનાં ટેકામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરનાર છે.

આજે સંઘવીએ એવું નિવેદન આપ્યું છે કે, પોલીસ મારો પરિવાર છે. એમની માંગણીઓ અંગે સહાનુભુતિથી વિચારણા કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીની આવી ખાતરી વચ્ચે આંદોલનકારીઓમાં ભારે ભાગલા પડી ગયા હોવાનું જાહેર થયું છે.

ગઈકાલે એક જૂથે આંદોલન પાછું ખેંચાઈ ગયાની જાહેરાત કરી હતી. જેના કારણે આંદોલન કરનારાઓમાં તડા પડી ગયાનું સ્પષ્ટ થયું છે. રાજ્યમાં વિવિધ શહેરોમાં પોલીસ આંદોલનને ટેકો આપનારા નાગરિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગરમાં તો પોલીસ પરિવારની મહિલાઓને ધમકાવીને એમના પતિઓને સસ્પેન્ડ કરવાની ધમકી અપાઈ હોવાનું પણ બહાર આવ્યું છે. જામનગર આમ આદમી પાર્ટીનાં કાર્યકારો સામે પોલીસને ઉશ્કેરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

આવી જ કાર્યવાહી અમદાવાદમાં પણ કરવામાં આવી છે. યુવા કોંગ્રેસનાં 7 કાર્યકરો સામે પોલીસ આંદોલનનાં સમર્થનમાં દેખાવ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ રીતે જાહેર જનતાનું સમર્થન રોકવા માટેનો પ્રયાસ સરકાર કરી રહી હોવાનું દેખાય છે.

Read About Weather here

આ રીતે ગુજરાત પોલીસ આંદોલનનો મામલો હવે વધુ ગરમાઈ રહ્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here