ઘોડીયાઘર મહિલા પોલીસ કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ: ડીજીપી આશિષ ભાટીયા

ઘોડીયાઘર મહિલા પોલીસ કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ: ડીજીપી આશિષ ભાટીયા
ઘોડીયાઘર મહિલા પોલીસ કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ: ડીજીપી આશિષ ભાટીયા

રાજકોટ પોલીસની બૂકલેટ સ્ટેટ લેવલે મોકલાશે: હેડ ક્વાર્ટર ખાતે ઘોડીયાઘર ખુલ્લુ મુકાયું, શહેર પોલીસની 2021ની બૂકલેટનું વિમોચન
બાળક પર પોતાના મોબાઇલ ફોનથી વાલી નજર રાખી શકે તે માટે સીસીટીવી કનેક્શનની સુવિધા: 50 બાળકોની નોંધણી
શહેર પોલીસની વર્ષ 2021ની કામગીરીની બૂકલેટનું વિમોચન
રાજકોટ: શહેર પોલીસે વર્ષ 2021માં કરેલી તમામ કામગીરીની સચીત્ર-વિસ્તૃત અહેવાલ સાથેની બૂકલેટનું પણ ડીજીપી ભાટીયાએ વિમોચન કર્યુ હતું. આ બૂકલેટ સાથે તેમની સાથે શહેર પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, રૂરલ એસપી, ડીસીપી જોઇ શકાય છે.

રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાએ આજે રાજકોટ પોલીસ હેડકવાર્ટર-મુખ્ય પોલીસ મથક ખાતે મહિલા પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરિવારના બીજા નોકરીયાત મહિલાઓના બાળકો માટે શરૂ કરવામાં આવેલી સુવિધા વાત્સલ્ય અમૃત ઘોડીયાઘરનું ઉદ્દઘાટન કરતી વખતે કહ્યું હતું કે આ સુવિધા નોકરી કરતાં મહિલા પોલીસ કર્મચારીઓ અને બીજા પોલીસ પરિવારના મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. તેમની સાથે શ્રુતિ ભાટીયા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ અને શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, રૂરલ એસપી બલરામ મીણા, તમામ એસીપી, તમામ પીઆઇ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે વાત્સલ્ય અમૃત ઘોડિયાઘરનું લોકાર્પણ તેમણે કર્યુ હતું. આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા વર્ષ 2021ના વર્ષમાં કરવામાં આવેલી કામગીરીની બૂકલેટ બહાર પાડવામાં આવી હોઇ તેનું વિમોચન પણ ભાટીયાએ કર્યુ હતું અને કહ્યું હતું કે રાજકોટ પોલીસે ખુબ સારુ કામ કર્યુ છે. ગંભીર ગુનાઓ ઘટયા છે. બૂકલેટને સ્ટેટ લેવલ સુધી મોકલવામાં આવશે.

નવા કાયદાઓનો પણ રાજકોટ પોલીસે ખુબ સારો ઉપયોગ કર્યો છે. મહિલા પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરિવારના બીજા મહિલાઓ કે જે નોકરી પર જાય છે તેમના બાળકોને સાચવવા માટે ઘોડીયાઘર આશીર્વાદરૂપ બની રહેશે. તેમ ભાટીયાએ જણાવ્યું હતું. પ્રારંભ સાથે જ ઘોડીયાઘરમાં 50 બાળકોની નોંધણી થઇ ચુકી છે.

ઘોડિયાઘરમાં બાળકોને સારૂ વાતાવરણ મળી રહે તે માટે સંભાળ માટે ખાસ બે આયા બહેનો અહિ કામ કરશે. તેમજ એક મહિલા પોલીસ કર્મચારી પણ સતત અહિ ફરજ બજાવશે. બાળકોને સ્વસ્થ અને સુરક્ષીત વાતાવરણ મળી રહે તેનો ખાસ ખ્યાલ રખાશે. ઘોડીયાઘરની દિવાલો પર અલગ અલગ પ્રકારના કાર્ટૂન તેમજ અભ્યાસને લગતા ચિત્રો બનાવાયા છે. રમત ગમતના સાધનો અનેબીજી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ ઘોડીયાઘરમાં પોતાનું બાળક સુરક્ષિત છે તે સતત નિહાળી શકાય તે માટે બાળકના વાલીઓના મોબાઇલ ફોનમાં લાઇવ સીસીટીવી કનેક્શન અપાયા છે. જેથી વાલી ગમે ત્યાં હોય તે ઘોડીયાઘરમાં રાખેલા પોતાના બાળક પર નજર રાખી શકે છે.

Read About Weather here

આ પ્રસંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, રૂરલ એસપી બલરામ મીણા, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ડી. વી. બસીયા, એસીપી જે. એસ. ગેડમ, એસ.આર. ટંડેલ, એસ. ડી. પટેલ, વી.આર. મલ્હોત્રા, જે. એસ. બારીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર. વાય. રાવલ, પીઆઇ જે. ડી. ઝાલા, સી. જે. જોષી, કે. એન. ભુકણ, એ. એસ. ચાવડા, જે. વી. ધોળા, વી. જે. ચાવડા, જી. એમ. હડીયા, એસ.આર. પટેલ, એલ. એલ. ચાવડા, મયુર કોટડીયા, બી. એમ. કાતરીયા, એન. એન. ચુડાસમા, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here