ગુજરાતમાં બોકાસો બોલાવતી આકરી ઠંડી, યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં બોકાસો બોલાવતી આકરી ઠંડી, યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં બોકાસો બોલાવતી આકરી ઠંડી, યલો એલર્ટ જાહેર

પાટણમાં 8.2 ડિગ્રી તાપમાન, જામનગરમાં તાપમાનનાં આંકડા અંગે બે સરકારી સંસ્થાઓમાં વિરોધાભાસ: હજુ બે દિવસ રાજકોટ, ભાવનગર, જામનગર તથા કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી
ઉત્તરાયણ પર્વ ઠંડુગાર રહેવાની અને તાપમાન હજુ ઘટવાની આગાહી: નલિયામાં સૌથી વધુ ઠંડીથી જનજીવન પ્રભાવિત, 6.2 ડિગ્રીથી ધ્રુજી ઉઠ્યું

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે ગાત્રો ગાળતી ધ્રુજાવી દેતી ઠંડીનું આકરું મોજું યથાવત રહ્યું હતું. તાપમાનનો પારો વધુ સડસડાટ નીચે ઉતરવા લગતા રાજકોટ, જામનગર, ભાવનગર, નલિયા, પાટણ વગેરે શહેરોમાં કાતિલ ઠંડીનો અનુભવ થતા જનજીવન પર ભારે અસર થઇ છે. સમી સાંજથી રસ્તાઓ સુનકાર બની જાય છે. આગામી બે દિવસ વધુ કાતિલ ઠંડીનું મોજું ફરી વાળવાની શક્યતાને આધારે રાજ્યભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી તા.16 જાન્યુઆરી સુધી તોબા પોકરાવી દેતી આકરી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ગઈકાલથી રાજ્યભરમાં શિયાળા એ બરાબર જમાવટ કરી દીધી છે. ગઈકાલે અને આજે દિવસ દરમ્યાન પણ 10 જેટલા શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી પણ નીચે આવી ગયો હતો. ગઈકાલે ગાંધીનગરમાં 7.1 ડિગ્રી અને અમદાવાદમાં 9.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આજે કચ્છનું નલિયા 6.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જયારે ઉતર ગુજરાતનું પાટણ 8.2 ડિગ્રી સાથે કોલ્ડ સ્ટોરેજ બની ગયું હતું.

Read About Weather here

હવામાન ખાતાની વિગત અનુસાર અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નલિયા, રાજકોટ, કંડલા એરપોર્ટ, મૌવા અને કેશોદમાં ગઈરાત્રે લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું થઇ ગયું હતું. જૂનાગઢમાં 7 ડિગ્રી અને ગીરનાર પર 2 ડિગ્રી તાપમાનથી પર્વતીય નગરીમાં સોપો પડી ગયો હતો અને લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગે આગામી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્ર તથા ગુજરાતનાં ડઝનબંધ શહેરો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. લોકોને કોલ્ડવેવ થી બચવા માટે સલાહ આપવામાં આવી છે. સાંજે અથવા રાત્રે અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવા, ગરમ વસ્ત્રો સતત ધારણ કરી રાખવા, બાળકો અને વૃધ્ધોનું ખાસ ધ્યાન રાખવા અને પૌષ્ટિક આહાર લઇ ઈમ્યુનીટી મજબુત કરવા નિષ્ણાંતો એ સલાહ આપી છે. દિવસભર શીતલહેર ચાલુ રહેતી હોવાથી તડકાની તિવ્રતા પણ અનુભવાતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here