ગુજરાતમાં જી-20 ઈવેન્ટ

ગુજરાતમાં જી-20 ઈવેન્ટ
ગુજરાતમાં જી-20 ઈવેન્ટ
તે વચ્ચે ભારત આ વર્ષના ડિસેમ્બર માસથી જી-20 દેશોના ગ્લોબલ ફોરમની પ્રેસીડેન્સી એક વર્ષ માટે સંભાળનાર છે અને તેથી 2023માં જી-20 દેશોની અનેક મહત્વની બેઠકો ભારતમાં યોજાશે.તેમાં ગુજરાતની પસંદગી થવા જરૂરી છે. અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રવડા જીનપીંગ તથા જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો અબે સહિત અનેક રાષ્ટ્રવડાઓની ગુજરાત મુલાકાત બાદ હવે રાજય આંતરરાષ્ટ્રીય નકશા પર આવી ગયુ છે અને હવે જી-20 દેશોની અનેક મહત્વની મળનારી બેઠકોમાં કેટલીક બેઠકો ગુજરાતમાં પણ યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજયમાં એક તરફ બે-બે વખત મુલત્વી રહેલા વાઈબ્રન્ટ-ગુજરાત-ગ્લોબલ સમીટ હવે જાન્યુ-2023માં યોજવાની તૈયારી છે અને તેમાં વૈશ્ર્વિક વ્યાપાર-ઉદ્યોગના માંધાતાઓ પણ હાજરી આપશે. હાલમાં જ વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ ગાંધીનગર આવી હતી અને રાજયના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાથે બેઠકોનો દૌર કર્યો હતો તથા ખાસ કરીને આ પ્રકારના આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ માટેના યોગ્ય વાતાવરણ અને સુવિધાઓ અંગે પણ ચર્ચા થઈ હતી અને હવે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ તથા કેન્દ્રીય વિદેશ મંત્રાલય આ અંગે સંકલન કરશે. જી-20 એ વિશ્ર્વની જીડીપીમાં 85% ફાળો આપતા રાષ્ટ્રોનું સંગઠન છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ 75% ફાળો એપે છે. તેથી આ ફોરમમાં ભારત એક પ્રકારનું સ્થાન ધરાવે છે.

Read About Weather here

આ ઉપરાંત આગામી વર્ષે ગ્લોબલ ગુજરાત: વાઈબ્રન્ટ સમીણ પણ યોજાશે અને તે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નિશ્ચીત થઈ રહી છે.રસપ્રદ બાબત એ છે કે વિદેશમંત્રી શ્રી એસ.જયશંકર પણ ગુજરાતમાંથી જ રાજયસભામાં ચૂંટાયા છે અને તે રીતે તેઓ માટે આ પણ હોમ સ્ટેટ પણ છે.આ ઉપરાંત જી-20ના સેક્રેટરીએટ સાથે પણ ગુજરાત સરકારની ટીમ રહેશે તથા આ માટે રાજયના ઉદ્યોગ વિભાગને નોડેલ એજન્સી તરીકે જવાબદારી સોપાઈ છે. ગુજરાતને વાઈબ્રન્ટ સમીટ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ યોજવાનો અનુભવ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here