ગુજરાતનાં વિદ્યાર્થીઓનો અમેરિકા તરફ જબરો ધસારો

ગુજરાતનાં વિદ્યાર્થીઓનો અમેરિકા તરફ જબરો ધસારો
ગુજરાતનાં વિદ્યાર્થીઓનો અમેરિકા તરફ જબરો ધસારો

ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડનાં દ્વાર અત્યારે બંધ હોવાથી વિદ્યાર્થીઓ ફરી
કોરોના છતાં ફટાફટ ભારતીયોનાં વિઝા મંજૂર કરી રહ્યું છે અમેરિકી પ્રશાસન

ભારતીય અને ચીની વિદ્યાર્થીઓને કારણે પાછલા અનેક દાયકાઓથી અમેરિકાનાં અર્થતંત્રમાં અબજો ડોલર ઠલવાતા રહ્યા છે. હવે ફરી એકવખત ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓએ અમેરિકા ભણી ધસારો શરૂ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોના મહામારી હોવા છતાં અમેરિકી પ્રશાસન મોકળા મને ગુજરાતનાં વિદ્યાર્થીઓને આવકારી રહ્યું છે અને ફટાફટ વિઝા મંજુર કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિતનાં ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ જવાનું વધુ પસંદ કરી રહ્યા હતા.

પરંતુ તે દેશોમાં કોરોનાને કારણે કડક નિયમો લાગુ થયા છે. આથી અમેરિકાને ફાયદો થઇ રહ્યો છે. એટલે જ વિઝા પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે અને અમેરિકા ફરીથી વિદ્યાર્થીઓ માટે હોટસ્પોટ બની રહ્યું છે.

અમદાવાદનાં વિઝા ક્ધસલ્ટન્ટ ભાવિન ઠાકરે જણાવ્યું હતું કે, ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં વિઝા મંજૂરીનો દર ઉછાળો મારીને 95 ટકા થઇ ગયો છે. જે પાછલા કેટલાય વર્ષોની સરખામણીમાં વધુમાં વધુ છે.

બીજા એક વિઝા સલાહકાર પ્રણવ જોટાણીએ જણાવ્યું હતું કે, અત્યારે અમેરિકી વિઝા મેળવવાનું સૌથી વધુ સરળ બન્યું છે. અગાઉ જેમના વિઝા રદ થયા હતા એવા વિદ્યાર્થીઓને પણ વિઝા મળી ગયા છે. અમેરિકા તેની યુનિવર્સિટીઓની શિક્ષણની ગાડીને ફરી પાટે ચડાવવા માટે તમામ પ્રયાસોકરી રહ્યું છે.

Read About Weather here

મિકેનીકલ એન્જીનિયર દર્શીલ પટેલ 2018 થી અમેરિકા જવા પ્રયત્નશીલ હતા એમની વિઝા અરજી પાંચ વખત રદ થઇ હતી. પણ હવે મંજુર થઇ ગઈ છે અને ન્યુજર્સીની યુનિવર્સિટીમાં પ્રવેશ પણ મળી ગયો છે. આવા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા પહોંચી ગયા છે અને ફરીથી અમેરિકાની તિજોરી છલકાવા લાગી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here