ગુંદાળા રોડ પર ગોડાઉનમાં જુગાર રમતા 10 ઝડપાયા

કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું
કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું

ગોંડલ સીટી પોલીસે દરોડો પાડી રૂ. ૧.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ગોંડલમાં આવેલા ગુંદાળા રોડ પરના ગોડાઉનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે ગોંડલ સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૦ શખ્સોને દબોચી  લઇ રૂ. ૧.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા સંતરામ પેટ્રોલ પંપ સામે ગોડાઉનમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ગોંડલ સીટી પોલીસે દરોડો પડતા ગોડાઉનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી નાણા ઉઘરાવી આર્થિક લાભ મેળવતો રાજુ મોહન ધરજીયા, દીનાનાથ નારાયણ શારની, મનોજ ઉમાશંકર, જીતેન્દ્ર ગોરધન ગોવાણી, જીતુ ભેલારામ ખત્રી, ગોવિંદ વિષ્ણુ બુધ્ધવાણી, પરેશ શંભુ ધરજીયા, મંગળું હાથીયા માંકડ, ધર્મેશ મનસુખ રામાણી, જનકગીરી શિવગીરી ગોસ્વામી સહિત ૧૦ શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂ. ૮૦૬૦૦ સહિત કુલ રૂ. ૧૨૧૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

જયારે અન્ય એક બનાવમાં ગોંડલના નવા ગામે સ્મશાન પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ભીમજી ગોવા રાતડીયા, દેવકુ સામત સુક, કિશોર ઉર્ફે કાનો જેન્તીગીરી ગોસાઈ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. ૩૫૭૦ કબજે કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here