ગાય પર ક્રૂર હુમલો કરનારને પોલીસએ કાયદાનું ભાન કરાવ્યું

ગાય પર ક્રૂર હુમલો કરનારને પોલીસએ કાયદાનું ભાન કરાવ્યું
ગાય પર ક્રૂર હુમલો કરનારને પોલીસએ કાયદાનું ભાન કરાવ્યું

કેસરી હિન્દ પુલની નીચે ગૌ પ્રેમીઓનું ટોળું ભેગું થતા પોલીસે બંદોબસ્ત ગોઠવી દઈ એનિમલ હેલ્પલાઇન મારફતે ગાયોની સઘન સારવાર કરાવી

રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ત્રણ ગાયોને ધારદાર હથિયારના ઘા ઝિંકી લોહીલુહાણ કરી દેવાતા લોકોમાં રોષ ફેલાયો

શહેરમાં ભગવતીપરા બ્રિજ નીચે ત્રણ ગાયોને ક્રૂરતાપૂર્વક છરી ઝીંકી નાશી છૂટતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. બનાવ અંગેની જાણ થતા બી ડિવિઝન પોલીસે બંદોબસ્ત ગોઠવી દઈ એનિમલ હેલ્પલાઇન મારફતે ગાયોની સારવાર કરાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગૌ પ્રેમીઓનો રોષ જોઈ એ ડિવઝિન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં મહાત્મા ગાંધી પ્લોટના શખ્સને છરી સાથે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.

ચાર જેટલી ગાયો પર હુમલો કર્યા અંગે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા ભરતભાઇ ભૂપતભાઈ મકવાણા (ઉ.વ 30 )ની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સની સામે આઇ.પી.સી.કલમ-૪૨૮, ૪૨૯, ૨૯૫(ક) તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમ-11(1)(a)(l) તથા

Read About Weather here

ગો પ્રેમીઓના રોષને જોઈને પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી આરોપી વિશાલ જયંતીભાઈ મકવાણા (ઉ.વ 23 રહે. મહાત્મા ગાંધી પ્લોટ શેરી નંબર 01 ) ને છરી સાથે ઝડપી લીધો હતો. યુવકની આગવી ઢબે પોલીસે પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને અગાઉ ગાયે ઢીક માર્યાનો ખાર રાખી હુમલો કર્યાનું જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here