ગરીબોના ઝુંપડા !હટાવનાર તંત્રને માંડા ડુંગરથી રાંદરડા તળાવ સુધી થયેલ ગેરકાયદે દબાણ ન દેખાયું??

ગરીબોના ઝુંપડા !હટાવનાર તંત્રને માંડા ડુંગરથી રાંદરડા તળાવ સુધી થયેલ ગેરકાયદે દબાણ ન દેખાયું??
ગરીબોના ઝુંપડા !હટાવનાર તંત્રને માંડા ડુંગરથી રાંદરડા તળાવ સુધી થયેલ ગેરકાયદે દબાણ ન દેખાયું??
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકરી જમીનો પરના દબાણ હટાવની કામગીરી વિવિધ સ્થળોએ ચાલી રહી છે. જે પૈકી માંડા ડુંગર પાસે, આજી ડેમ સામે રાજકોટ શહેર મામલતદાર (પૂર્વ) કચેરી દ્વારા આજે સર્વે નં.115 પૈકીની સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી મામલતદાર કે.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર આર.કે. વાછાણી, તલાટી જયેશભાઈ વાઘેલા, અમૃતાબેન રાવલીયા, વિક્રમભાઈ, બકુતરા, મહેશભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ સહિતના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં નિયમોને નેવે મુકીને બેફામ રીતે કાળો કારોબાર ચાલી રહ્યો છે. તેનો તાજેતરનો નમુનો છે આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં સર્વ નંબર 157માં પશુરામ ઇન્સ્ટ્રીઝમ આ જમીન સુચીત હોવા છતાં પણ અહી અનેક કારખાનોઓ ચાલી રહ્યા છે.કારખાનો મોટેભાગે જીઆઇડીસીઓમાં આવેલા હોય છે પરંતુ અહીંયા તો જીઆઇડીસી નથી અને જમીન સુચીત છે ઉપરાંત રહેણાંક વિસ્તારમાં કારખાનાઓ ચાલુ છે. અને કારખાને દારોએ છેક રાંદરળા તળાવ સુધી પોતાના દબાણો લંબાવી દીધા હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યાનો સ્થાનિક રહેવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે.

ઉપરાંત જે એકપણ નિયમમાં બંધ બેસતુ જ નથી કારખાનેદારોએ કોઇ જાદુની છડી લઇને જાણે મંજુરી લઇ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરાંત અનેક કારખાનાઓમાં લોખંડની ભઠ્ઠીઓ ચલાવવામાં આવે છે.લોખંડ ઓગાળવામાં આવે છે આ પ્રક્રિયાઓમાં અનેક ગણુ પ્રદુષણ ફેલાતું હોવાને કારણે તેને શહેરની બહાર કોઇ જીઆઇડીસીમાં આવા કારખાનાઓ રાખવામાં આવતા હોય છે પરંતુ આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં આવા અનેક કારખાનો ધમધમી રહ્યા છે. તેને કોઇ રોકવાવાળું પણ નથી. ઉપરાંત તમામ કારખાના ધારકો લોખંડ ઓગાળ્યા બાદ વધતો કચરો જે ખૂબ જ હાનીકારક હોય છે તેનો પણ ખુલ્લે આમ ઢગલો કરી દેવામાં આવે છે યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. આ બેફામ રીતે અને કાયદાના ડર વિના ચાલતા કારખાનોઓને શું કોઇ રોકવા વાળુ છે જ નહીં કે શું???

Read About Weather here

આગામી દિવસોમાં આ કારખાનોઓ વિરૂધ્ધ અને તેને છાવરતા લોકો અને અધિકારીઓ વિરૂધ્ધ ફરિયાદ થઇ શકે તેવા ભણકારા થઇ રહ્યા છે. અમુક લોકો કારાખાનાઓને બંધ કરવા માટે પીટીશીનની તૈયારી કરતા હોય તેવું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આજીડેમ ચોકડી અને ભાવનગર રોડ વિસ્તારમાં સર્વ નંબર 157માં પશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનોઓ ધમધમી રહ્યા છે જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયુું છે અને કારખાનોને તાત્કાલીક બંધ કરવા તેના વિરૂધ્ધ યોગ્ય પગલા લેવા જોઇએ તો સ્થાનિક રહીશોમાં શુર ઉઠ્યો છે. ઉપરાંત આજે તંત્ર દ્વારા માંડા ડુંગરમાં ડિમોલીશન કરતા લોકોમાં એ વાત ચર્ચાઇ હતી કે તંત્ર દ્વારા ઝુપડાઓનું ડીમોલીશન કરવામાં આવી રહ્યું છે તો કારખાનેદારોેઅ કેટલુંય દબાણ કર્યુ છે તેની તપાસ થઇ કેમ ડીમોલીશન નથી કરવામાં આવતું??

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here