ખેડૂતોને 8 ને બદલે 10 કલાક વીજળી અપ્વનો નિર્ણય

રાજ્યમાં હજુ 56 લાખ હેક્ટરમાં વાવણી બાકી; 50 ટકા કપાસ, 33 ટકા મગફળીનું વાવેતર કરાયું
રાજ્યમાં હજુ 56 લાખ હેક્ટરમાં વાવણી બાકી; 50 ટકા કપાસ, 33 ટકા મગફળીનું વાવેતર કરાયું

મુખ્યમંત્રીનાં નિર્ણયને આવકાર સાથે અભિનંદન પાઠવતા ભુપત બોદર

ખેડૂતો રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ખેડૂતોને 8 કલાક ને બદલે 10 કલાક વીજળી આપવાના નિર્ણયને વધાવતા જણાવેલ કે, ભારતએ કૃષિપ્રધાન દેશ રહ્યો છે.

Subscribe Saurashtra Kranti here

ત્યારે દેશના વડાપ્રધાને નરેદ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. દેશના મહતમ લોકો ખેતી ક્ષેત્રે સંકળાયેલા છે.  હાલના સમયમાં વરસાદની ખૂંચ ઉભી થઇ છે.  

ખેડૂત પોતાના મહામુલા પાકને સિંચાઈ કરવા અને પાણી આપવાના કામોમાં લાગેલ છે. ત્યારે પાકને સિંચાઈ કરવા સરકાર દ્વારા અગાઉ ૮ કલાક વીજળી આપવામાં આવતી હતી. પરંતુ આ આઠ કલાકનો ગાળો વર્તમાન સર્ચમાં આ કપરા સંજોગોમાં એટલે કે થોડા સમયમાં વધારે જમીનમાં પાકને પિયત આપવાનું હોય ત્યારે જગતાતને કોઈપણ જાતની પરેશાની ન ભોગવવી પડે એ માટે રાજકોટના પનોતા પુત્ર એવા મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જગતાતની વેદના સમજી આઠ કલાકને બદલ દશ કલાક વીજળી આપવાનો સ્તુત્ય નિર્ણય કર્યા છે.

Read About Weather here

આ નિર્ણયને વધાવી વિજયભાઈ રૂપાણીને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here