ખેડૂતોના હિતમાં જમીન માપણી રદ્ કરવા રજૂઆત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અખિલ ભારતીય કિસાન સભાની રાજકોટ જિલ્લા સમિતિની મીટીંગ રાજ્યના પ્રમુખ ડાયાભાઈ ગજેરાના અધ્યક્ષસ્થાને મળી હતી, ત્યારે આ મિટિંગમાં ઉપસ્થિત ખેડૂત આગેવાનોએ ખેડૂત સમસ્યા અને તેમની માંગો અંગેની પણ ચર્ચા કરી હતી. જેમાં આજના સમયમાં ખેડૂતો માટે સૌથી જટિલ  જમીન માપણી અંગેની વ્યાપક ફરિયાદો અને રજૂઆતો રાજ્યભરના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે તેવું જણાવાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

વર્તમાન સમયમાં જમીન માપણી એજન્સી દ્વારા જમીન માપણી સર્વેમાં નિયમ અનુસાર કરેલ નથી તેવું જણાવીને તેમાં જે ગુજરાતના 12000 ગામડાઓમાં જમીન માપણી સામે હજારો વાંધા અરજીઓ આપેલ છે ત્યારે રાજ્ય સરકારે વાંધા અરજીઓ કરવા માટેની પાંચ જેટલી મુદ્દો આપેલ છે છતાં પણ ખેડૂતોને ન્યાય મળેલ નથી જેથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે તેવું આ મીટીંગમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે જમીન માપણી રદ્ કરીને નવેસરથી જમીન માપણી કરવી જોઈએ એવા સુર સાથે સૌ કોઈ ખેડૂત અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read About Weather here

અને પોતાની રજૂઆત કરેલ હતી ત્યારે આ મિટિંગમાં અધ્યક્ષ સ્થાનેથી ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે જમીન માપણીમાં ગોટાળાની અને અનેક પ્રકારની ક્ષતિઓ છે જેના કારણે ખેડૂતો પરેશાન છે ત્યારે રાજ્ય વ્યાપી ખેડૂત સંગઠનની એક મિટિંગ યોજી અને જમીન માપણી અંગે ખેડૂત સંગઠનો જમીન માપણી રદ્ કરવા કાર્યક્રમ અને આંદોલન કરવા અંગેની ચર્ચાઓ પણ ચાલી રહી છે.  ત્યારે ખેડૂતો માટે પ્રાણ પ્રશ્ર્ન સમાન અનેક મુદ્દાઓ અંગે આ મિટિંગની અંદર ખેડૂત આગેવાનોએ ચર્ચા કરી અને આવનારા દિવસોની અંદર કેવા આયોજન કરશો તેને લઈને પણ ખાસ ચર્ચાઓ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here