કોર્પોરેટરની કુંડળી કાઢી પ્રદેશમાં પહોચાડવા ખાસ નેતાઓને અપાયુ સિક્રેટ મિશન ?

કોર્પોરેટરની કુંડળી કાઢી પ્રદેશમાં પહોચાડવા ખાસ નેતાઓને અપાયુ સિક્રેટ મિશન ?
કોર્પોરેટરની કુંડળી કાઢી પ્રદેશમાં પહોચાડવા ખાસ નેતાઓને અપાયુ સિક્રેટ મિશન ?

લુણ પાણીમાં ભળતા મીઠા પાણી પણ ખારા થયા…
ખાસ બ્રાન્ચે અને વિવિધ સ્ટેશનને કેટલી વાર અને ક્યાં કારણોસર આંટા ફેરા થતા હતા? તેનું લીસ્ટ પણ પ્રદેશમાં પહોચાડાશે: રીર્પોટ પ્રદેશમાં પહોચ્યા બાદ કોર્પોરેટરને ખુલ્લો પણ પાડી દેવામાં આવે તો નવાઇ નહીં
હવે તો કોર્પોરેટરોના ગ્રુપોમાં પણ ચર્ચાઓ થવા લાગી કે આ મહાન કોર્પોરેટર કોણ છે??
કોર્પોરેટરના નામની ચર્ચાઓ થતા કોર્પોરેશનની ઓફીસોમાં પણ સોંપો પડી ગયો!!
મહાન કોર્પોરેટર સામે ગેરકાયદે બાંધકામ, ખાસ બ્રાન્ચને સાથે રાખીને કરેલ વહીવટ સહિતના કામો અંગે અંદર ખાને જાત જાતની ચર્ચા
મોટા ગજાનાના નેતાનો સહારો લઇ મદદ મેળવવા કોર્પોરેટરના ધમપછાડાની ચર્ચા
બીજાઓને હરાવીને તે મેળવેલાં છે જે આ સઘળા વિજય, વિશાળ જીવનના અસ્તિત્વમાં છે નગણ્ય આ બધા વિજય!

રાજકોટ શહેરમાં દિવસ ઉગે ને પોલીસતંત્ર સામે નવા આક્ષેપો થઇ રહ્યા છે. દરરોજ અલગ અલગ લોકો દ્વારા પોલીસે તોડ કર્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે એક કોર્પોરેટર પણ અનેક મામલે સંડોવાયેલો હોવાની ચર્ચા શહેરભરમાં થઇ રહી છે. પણ હજુ સુધી તેનુ નામ કે તેના કામો વિશે ખુલીને માહીતી બહાર આવી નથી પણ છેલ્લા ઘણા સમયથી આ મહાન કોર્પોરેટરનું નામ ચર્ચાતા તેના પડઘા પ્રદેશ સુધી પડ્યા છે. અને પ્રદેશના નેતાઓ પાસે આ અંગેની માહિતી ન હોવાને કારણે નક્કી કરી શકતા નથી કે આ કાળા કામ કરનાર છે કોણ?? પણ એ જાણવા માટે પ્રદેશ કક્ષાએથી પણ આદેશો છુટ્યાનું સુત્રોમાંથી જણાવા મળ્યું છે. પ્રદેશના એક મોટા નેતાને શહેરમાં મોકલીને સમગ્ર વાત શુ છે કોણ કોર્પોરેટર છે

Visit Saurashtra Kranti Homepage here

અને ક્યા ક્યા કામ કોની સાથે રહીને પાર પાડવામાં આવ્યા છે સહિતનો રીપોર્ટ બનાવવાનું સિક્રેટમિશન પાર પાડવાનો ઓર્ડર પણ છુટી ગયાનું જાણવા મળે છે. પ્રદેશ કક્ષાએથી કોઇ આવીને સમગ્ર મામલા અંગે તપાસ કરશે અને આ મહાન કોર્પોરેટર સામે કાર્યવાહી પણ થઇ શકવાના સંકેતો મળી રહ્યા છે. કારણકે ખાસ બ્રાન્ચે અને વિવિધ સ્ટેશનને કેટલી વાર અને ક્યાં કારણોસર આંટા ફેરા થતા હતા તેનું લીસ્ટ પણ પ્રદેશમાં પહોચાડાશે અને રીર્પોટ પ્રદેશમાં પહોચ્યા બાદ કોર્પોરેટરને ખુલ્લો પણ પાડી દેવામાં આવે તો નવાઇ નહીં. આ મહાન કોર્પોરેટર હાલમાં તો અંડરગ્રાન્ડ થઇ ગયા છે અને મોટા ગજાના નેતાની પીઠ પાછળ સંતાવવાની પણ કોશીશ કરી રહ્યા છે.

પણ તેને એ ખબર નથી કે હવે પાપ છાપરે ચડયુ હોવાથી તે ગમે તેટલા ભાગવાના પ્રયત્નો કરશે તો પણ આ ઉઠેલી આગ તેને દઝાવશે જ. આ મહાન કોપોરેટરનું નામ ચર્ચાતા બીજા કોર્પોરેટરો સાથી કોર્પોરટરથી પણ દુરી કરવા લાગ્યા છે કારણકે બધાને એક જ બીક છે કે જોઇ કોઇનું નામ ખુલીને આગ લાગશે તો આપણે દાઝી ન જઇએ તેના માટે દો ગજની દુરી બનાવવી લેવામાં જ મજા છે.

Read About Weather here

આ મહાન કોર્પોરેટરો સામે અંદરખાને ગેરકાયદે બાંધકામથી તોડ કરવો ઉ5રાંત વિવિધ સ્ટેશનો પર જઇ પોતાના કામો પતાવવા અથવા તો ભલામણ કરવી સહિતના આક્ષેપો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આગામી દિવસોમાં કોઇ હિંમત કરીને આ કોર્પોરેટર સામે રજુઆત કરશે ત્યારે સાચી હકીકત બહાર આવવાની છે. હાલમાં કેટલાક હાલના અને કેટલાક ભુતકાળના અધિકારીઓના સપનામાં તેમને લાગતા વળગતા પ્રકરણો દેખાવા લાગ્યા છે! વર્ષો જુના ઘણા પ્રકરણો હવે જીવતા થતા મોટી રકમના જુના ખેલ બહાર આવી રહ્યા છે ત્યારે વહીવટ કરતા અને કરાવતા મુખ્ય લોકો પર હવે કોઇ તોપ નહીં ફૂટે ને તેવી અનેક જુથમાં ભય ફેલાવતી ચર્ચા થઇ રહી છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here