કોરોના સંક્રમણ વધતા લેવાયેલો નિર્ણય…

કોરોના સંક્રમણ વધતા લેવાયેલો નિર્ણય...
કોરોના સંક્રમણ વધતા લેવાયેલો નિર્ણય...

ચોટીલા મંદિરે ભાવિકોને આરતી સમયે પ્રવેશબંધ

તા.૧૭ થી ૨૩ મી સુધી અમલ, માસ્ક-સોશિયલ ડીસ્ટન્સ ફરજીયાત

કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાથી હવે તીર્થધામોમાં પણ ફરી વખત નિયંત્રણો મુકવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં આજે તા.17 મી થી તા.23 મી સુધી ચોટીલા ડુંગર પર બિરાજમાન શ્રીચામુંડા માતાનાં મંદિરે ભાવિકોને આરતી સમયે પ્રવેશબંધીનો નિર્ણય લેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ કોરોનાની મહામારીનાં કારણે મંદિરમાં યાત્રિકોની ભીડ ના થાય તે માટે તા.17/1/2022 થી તા.23/1/2022 સુધી સવારની તથા સંધ્યા આરતીનાં દર્શન યાત્રિકો માટે બંધ રાખવામાં આવેલ છે. જેની દરેક યાત્રિકોએ નોંધ લેવા શ્રીચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.

આ સાથે દર્શને આવતા દરેક યાત્રિકોને વિનંતી કરાઈ છે કે, સરકારની કોરોનાની સુચના મુજબ દરેક યાત્રિકોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશિયલ ડીસ્ટન્સનું કડક પાલન કરવાનું રહેશે.

Read About Weather here

માસ્ક નહીં પહેરનારને કોઈપણ સંજોગોમાં મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. દરેક ભાવિકોએ મંદિરની વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કર્મચારીઓ તથા સ્વયં સેવકોને સહકાર આપવા અપીલ કરાઈ છે.(૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here