કોરોના મહામારી વચ્ચે જામનગરના ડોકટરે શરુ કરી ની:શુલ્ક સારવાર

કોરોના મહામારી
કોરોના મહામારી

એક તરફ કોરોનાના દર્દીઓ વધતા હોસ્પિટલોમાં વ્યવસ્થા ખૂટી રહી છે

સમગ્ર રાજય સહિત જામનગરમાં કોરોનાને લઈને હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. આવા સમયે રૂપિયા ખર્ચતા પણ હોસ્પિટલોમાં સારવાર નથી મળતી. ત્યારે જામનગરના એક તબીબે પોતાની ખાનગી હોસ્પિટલમાં વર્તમાન કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાને લઈને વિનામૂલ્યે ઓપીડી શરૂ કરી માનવતા મહેકાવી છે. ત્રણ અઠવાડિયા દરમિયાન ડો. ભાવેશ મહેતા મફતમાં સારવાર આપશે.

Subscribe Saurashtra Kranti here

જામનગર શહેરના વલકેશ્ર્વરી નગરીમાં આવેલી આદર્શ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ઇ.એન.ટી. સર્જન ભાવેશ મહેતાએ કોવીડમાં તાવ, શરદી-ઉધરસ જેવા લૂના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હાલમાં પોતાના ક્લિનિકમાં જ વિનામૂલ્યે સારવાાર આપવાની શરૂઆત કરી છે. ત્રણ અઠવાડિયા દરમિયાન ડો. ભાવેશ મહેતા મફતમાં સારવાર કરશે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ પણ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાઇ ચૂકી છે. આ ઉપરાંત શહેરમાં અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ કોવીડ પોઝિટિવ દર્દીઓથી હાઉસફુલ થઈ છે. ત્યારે જ લોકોને પડતી તકલીફોને ધ્યાને લઇને ડો. ભાવેશ મહેતાએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફલૂ જેવા લક્ષણોની સારવાાર મળી રહે અને તકલીફ ન પડે તે હેતુથી તાવ શરદી ઉધરસ જેવા કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા દર્દીઓની નિ:શુલ્ક સારવાર શરૂ કરી છે.

પ્રથમ દિવસે જ ખાનગી હોસ્પિટલમાં શરૂ કરાયેલી ઓપીડીમાં ૧૦૦થી વધુ દર્દીઓએ ચેકઅપ કરાવી સારવાર મેળવી છે. જ્યારે કોરોનાના પ્રાથમિક લક્ષણ જણાતા દર્દીઓને તપાસ કર્યા બાદ સારવાર આપવામાં આવી રહી છે અને હોમ ક્વૉરન્ટીન માટેની સલાહ પણ ડો. ભાવેશ મહેતા આપી રહૃાા છે.

Read About Weather here

એક તરફ કોવીડના દર્દીઓ વધતા હોસ્પિટલોમાં વ્યવસ્થા ખૂટી રહી છે. ત્યારે જ ખાનગી તબીબે તકનો લાભ લેવાને બદલે નાના વર્ગના લોકોને કપરા સમયમાં પોતે લીધેલી ડિગ્રીથી સારવાર આપી રહૃાાં છે. જામનગરના તબીબ ભાવેશ મહેતાએ આગળ આવી વિનામૂલ્યે તપાસ શરૂ કરતાં અન્ય ડોક્ટરોને પણ પ્રેરણા આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here