કોરોના કાળઝાળ : સુરત-અમદાવાદમાં તમામ બાગ-બગીચા બંધ (1)

SURAT-AHEMDABAD-CORONA-D
SURAT-AHEMDABAD-CORONA-

Subscribe Saurashtra Kranti here.

શાળા-કોલેજો ઉપરાંત બાગ-બગીચા બંધ

વિખ્યાત કાંકરિયા લેક,બાગ-બગીચા અને પ્રાણીસંગ્રાલયને પણ તાળા : 4 મહાનગરોમાં કોરોના સંક્રમણ સતત વકરતા સાવચેતીના પગલા

ગુજરાત કેબીનેટની ખાસ બેઠકમાં કોરોના પરિસ્થિતિ પર ઊંડી ચર્ચા: મુખ્યમંત્રી – નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને અધિકારીઓની હાજરી

રાજકોટ સહિત 4 મહાનગરોમાં કોરોના મહામારીએ ફરી એક વખત ક્રૂર પંજો ફેલાવતા અને કેસોમાં એકધારો ઉછાળો આવવા લગતા રાજ્ય સરકાર ચિંતાતુર થઇ ઉઠી છે. મહાનગરોમાં કોઇપણ ભોગે કોરોનાને કાબુમાં લાવવા એક પછી એક પગલા લેવાનું શરુ કરવામાં આવ્યું છે. સુરત અને અમદાવાદમાં તમામ બાગ-બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આજે ગુજરાત કેબીનેટની ખાસ બેઠક મળી હતી જેમાં કોરોના અને રસીકરણ અંગે ઊંડી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કોરોનાના કાબુમાં લેવાના ઉપાયો વિચારવામાં આવ્યા હતા.

અમદાવાદમાં વિખ્યાત કાંકરિયા લેક તથા પ્રાણીસંગ્રાહાલય બંધ કરી દેવાનો મનપાએ નિર્ણય લીધો છે. એટલું જ નહી શહેરના તમામ 273 બાગ-બગીચા પણ આવતીકાલથી બંધ કરી દેવામાં આવનાર છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવ 241 કોરોના કેસો નોંધાયા હતા અને બે ના મૃત્યુ થયા હતા. અમદાવાદમાં છેલ્લા 7 દિવસથી કોરોનાએ આવી ગતી પકડી છે કે 1265 જેટલા કેસો નોંધાયા છે જેના કારણે મનપા અને આરોગ્ય ખાતામાં ભારે દોડાદોડી મચી ગઈ છે.

આજે ગુજરાતમાં સતત 7 માં દિવસે નવા કેસોનું પ્રમાણ 900 થી વધુ રહ્યું છે. કુલ કેસો 954 જેટલા નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 247, સુરતમાં 292, વડોદરામાં 109 અને રાજકોટમાં 85 નવા કેસો 24 કલાકમાં નોંધાયા છે. ભાવનગરમાં 15, કચ્છમાં 10, જામનગરમાં 6, મોરબીમાં 7, જુનાગઢમાં 5 અને સુરેન્દ્રનગરમાં 5 નવા કેસો નોંધાયા છે. રાજકોટમાં વધુ એક શિક્ષક કોરોના સંક્રમિત થયાનું જાહેર થયું છે.

Read About Weather here

સુરતમાં 7 દિવસમાં 1470 નવા કેસો નોંધાયા છે. જેથી તમામ શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત બાગ-બગીચા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે , ટ્યુશન કલાસીસને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમને પણ ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ આપ્યો છે. સુરતમાં બહારથી આવનારા તમામનું ફરજીયાત ટેસ્ટીંગ કરવામાં આવશે. દરમ્યાન આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળી હતી. કોરોના કેસોનો ઉછાળો અને રસીકરણની પ્રગતી અંગે ઊંડી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here