કોરોનાની બલિહારી, ઉભરાતી હોસ્પિટલો, જનજીવન સ્થગિત

કોરોના
કોરોના

Subscribe Saurashtra Kranti here.

ગુજરાતમાં કોરોના કેસોમાં વિક્રમી વધારો વધુ 3 ના મોત: અમદાવાદ, સુરત, દાહોદ, પંચમહાલમાં વધુ ડઝન એક શિક્ષકો અને વિદ્યાર્થીઓને કોરોના

ફિર વહી શામ, વહી ગમ, વહી તન્હાઈ હૈ,

2020ની જેમ પરિસ્થિતિ અટકાવવા શું રાજ્યમાં લોકડાઉન આવશે ?

ઉચ્ચ અધિકારીઓ કામે લાગ્યા, સરકારી તંત્રની ભારે દોડધામ: છેલ્લા 24 કલાકમાં સુરતમાં 395, અમદાવાદમાં 304 વડોદરામાં 119 અને રાજકોટમાં 113 નવા પોઝીટીવ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસોએ એકદમ ઉછાળો મારવાનું શરુ કરી દેતા ગુજરાત સરકારમાં હદકંપ મચી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓને અલગ અલગ મહાનગરોમાં દોડાવવામાં આવ્યા છે. રાજ્યમાં ખાસ કરીને 4 મહાનગરોમાં સૌથી વધુ દૈનિક કેસો નોંધાય રહ્યા હોવાથી નવાનવા નિયંત્રણો લાગુ કરવાની ફરજ પડી છે.

રાજકોટમાં આજે એક જ એપાર્ટમેન્ટમાં 10 જેટલા કેસો નોંધતા ચોકી ઉઠેલી મનપાએ વડોદરા સુરત, અમદાવાદની જેમ રાજકોટના તમામ બાગ-બગીચા પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં 2019ની પરિસ્થિતિ ફરી પેદા થઇ રહી હોવાથી ગમે ત્યારે લોકડાઉન આવી શકે તેમ છે. એવું માહિતગાર સુત્રો જણાવી રહ્યા છે.

કોરોનાના કુદકેને ભૂસકે આગળ વધી રહ્યા હોવાથી હોસ્પિટલો ફરીથી ઉભરાવા લાગી છે અને શહેરોના માર્ગો સુનકાર બની રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3 મૃત્યુ થયા છે. રાજ્યમાં 99 દિવસ પછી પહેલીવાર કોરોનાના કેસો 1 દિવસમાં પહેલીવાર 1276ની સપાટીને અડી ગયા છે.

આજે રાજ્યના આરોગ્ય ખાતાએ જાહેર કર્યા મુજબ સુરતમાં નવા 395 કેસ, અમદાવાદમાં 304, વડોદરામાં 119, રાજકોટમાં 113, ગાંધીનગરમાં 24, ભાવનગરમાં 20, કચ્છમાં 15, જામનગરમાં 48, જુનાગઢમાં 14, મોરબીમાં 6, અમરેલીમાં 8 અને આણંદમાં 15, પંચમહાલમાં 25 નવા કેસો નોંધાયા હતા.શિક્ષણ સંસ્થાઓમાં ઠેરઠેર કોરોના વકરી રહ્યો છે. જેના કારણે દક્ષીણ ગુજરાત યુનિ.ની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. પંચમહાલના કાલોલમાં 6 શિક્ષકો કોરોનાગ્રસ્ત બન્યા છે. એજ રીતે મહીસાગર જીલ્લાના બાલાસિનોરમાં 3 શિક્ષકોને કોરોના લાગુ થતાં શાળા બંધ કરવામાં આવી છે.

Read About Weather here

ઊંઝાનું માર્કેટ યાર્ડ 8 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. અમદાવાદનો હવાલો સંભાળનાર સચિવ રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં ખાસ બેઠક મળી હતી. જેમાં નાઈટ કર્ફ્યુંનો સમય લંબાવવાનું નક્કી કરાયું હતું. આજથી રાતના 9 થી 6 નાઇટ કર્ફ્યું શરુ થઇ જશે. સુરત, અમદાવાદ, વડોદરામાં તમામ ટ્યુશન ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં તમામ ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને તાકીદ કરવામાં આવી છે. જે કર્મચારી માસ્ક વિના આવે તેને દંડ ફટકારવાનો રહેશે અને એ વેપારીઓએ દુકાન અડધો દિવસ બંધ કરવાની રહેશે.સુરતમાં સર્વલન્સ વેગવાન બનાવી દેવામાં આવ્યું છે. વધુ 1 હજાર કર્મચારીઓને ટ્રેસિંગ માટે કામે લાગાડવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here