કોઠારીયાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં રાજકીય લોકોને બાકાત રાખ્યા હોવાની ચર્ચા

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

કરોડોની સરકારી જમીનમાં કારખાનાનાં સેડ તથા ઓરડીઓ રાજકીય લોકોના ઇશારે બનાવાઈ હોવાનો જાણકારોનો દાવો: પોલીસે આંખ આડા કાન કરી તપાસ અવળી દિશામાં ડ્રાઈવર્ડ કરી હોવાની બૂ…?

કોઠારીયા ગામના સર્વે નંબર 352 પૈકીની સાંઈબાબા સર્કલ નજીક આવેલ સરકારી જમીનમાં કેટલાક શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી દબાણ કરી કારખાનાનાં સેડ તથા ઓરડીઓ બનાવી વેચી નાખી આર્થિક લાભ મેળવ્યો હોય જેના પગલે મામલતદારે આજીડેમ પોલીસમાં એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

ત્યારે આ કેસમાં સતધારી અને વિપક્ષનાં રાજકીય લોકોના ઇશારે આ સરકારી જમીન પચાવી પાડવામાં આવ્યું હોય તેમ છતાં પોલીસે આંખ આડા કાન કરી રાજકીય લોકોને બાકાત કર્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. આ અંગેની વિગત મુજબ રાજકોટ તાલુકા મામલતદાર કે.એમ.કથીરિયાએ ગઈ તા. 10/06/2021 નાં આજીડેમ પોલીસમાં મંથકમાં ફરિયાદ નોંધાવી છે કે રાજકોટમાં રહેતા એલ.કે.રાઠોડ, પી.કે.પટેલ, મનુ આતા તથા તપાસમાં ખુલતા શખ્સો સામે જમીનજમા નવો કાયદો એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

મામલતદારે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ કામના ઉપરોક્ત આરોપીઓએ રાજકોટનાં કોઠારીયા ગામના સર્વે મ્નામ્બર ૩૨૫ પૈકીની સરકારી જમીન આશરે ચોરસ મીટર 6000 માં કુલ 18 સેડ તથા બે ઓરડી તથા બે વંડા સહિતનું દબાણ કરી જેનું અલગ-અલગ વ્યક્તિઓને વેચાણ વ્યવહારો કરી બોગસ દસ્તાવેજો કિંમત જમીનનાં ઠગાઈ કરવાના હેતુથી બનાવી જેના ખરા તરીકે ઉપયોગ કરી સરકારની કિંમત જમીન પચાવી પાડીને આર્થિક લાભ મેળવી ઉપરોક્ત નોંધાઈ છે.

બનાવના પગલે આજીડેમ પોલીસે તોપાસ કરતા ફરિયાદમાં જણાવેલ આરોપી એલ .કે.રાઠોડ, પી.કે.પટેલ અને મનુ આતા નામના કોઈ વ્યક્તિ ન હોય જેથી સરકારી જમીનમાં કૌભાંડ કરનાર અંગે પોલીસે જીણવટ ભરી તપાસ કરતા રાજકોટનાં હુડકો વિસ્તારમાં રહેતો જોરૂ બસીયા નામના શખ્સે જમીન કૌભાંડ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે આ કેસમાં અગાઉ હિતેશ પ્રેમશી, જીગ્નેશ ગઢવી, ભરત ગાજીપરા, રાવત રામા ભેડરા, બીપીન પરમાર સહિતનાં છ શખ્સો પોલીસે ધરપકડ કરી છે. જયારે મુખ્ય સૂત્રધાર જોટુ બસીયાને પકડવાનો બાકી હોય પોલીસે તેની શોધખોળ આદરી છે.

Read About Weather here

બીજી બાજુ આ સરકારી જમીનમાં પેશકદમી રાજકીય લોકોના ઇશારે થઇ હોવાનું જાણકારો માની રહ્યા છે. જેમાં સતાધારી પક્ષ તથા વિપક્ષનાં રાજકીય લોકોનાં ઇશારે જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચા થઇ રહી છે. સાથે-સાથે પોલીસે આંખ આડા કાન કરી લગાવવા વાળા રાજકીય લોકોને પોલીસે આ કેસમાંથી બાકાત કર્યા હોવાની પણ ચર્ચાનો ભેદ પકડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here