કેવડાવાડી અને જામનગર રોડ પરથી 2 વાહન ચોર ઝડપાયા

કેવડાવાડી અને જામનગર રોડ પરથી 2 વાહન ચોર ઝડપાયા
કેવડાવાડી અને જામનગર રોડ પરથી 2 વાહન ચોર ઝડપાયા

ભક્તિનગર અને ગાંધીગ્રામ-2 (યુર્ની) પોલીસે ચાર વાહનો કબજે કરી રૂ. 95 હજારનો મુદામાલ કબજે કર્યો

શહેરનાં કેવડાવાડી મેઈન રોડપર પવનપુત્ર ચોક પાસે અને જામનગર રોડ પરથી 2 શખ્સોને પોલીસે દબોચી લઇ ચાર વાહન ચોરીનો ભેદ ઉકેલી નાખી રૂ. 95 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગેની વિગત મુજબ ભક્તિનગર પોલીસે કેવડાવાડી મેઈન રોડ પર આવેલા પવનપુત્ર ચોક પાસથી નંબર પ્લેટ વગરનાં શંકાસ્પદ વાહન સાથે મનોજ કાનજી રામાણી (રહે. વંદના સોસાયટી) નામના શખ્સને દબોચી લઇ સઘન પૂછપરછ હાથ ધરતા.

Subscribe Saurashtra Kranti here

તેણે અને તેના મિત્ર માનીશ રાઘવ ઘેલાણી નામના બંને શખ્સોએ ગુંદાવાળી હોસ્પિટલનાં પાર્કિંગમાંથી ત્રણ વાહન ચોરી કર્યા હોવાની કબુલાત આપતા પોલીસે રૂ. 75 હજારનાં ત્રણ બાઈક કબજે કરી માનીશ પટેલ નામના તસ્કરની શોધખોળ આદરી છે.

Read About Weather here

જયારે અન્ય એક બનાવમાં ગાંધીગ્રામ-2 (યુર્ની) પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે જામનગર રોડ પરથી જીતુ ગોવિંદ વાઘેલા (રહે. ટંકારા ચોકડી ઝુંપડામાં) નામના શખ્સનેદબોચી લઇ તેણી પાસે રહેલું બાઈક અને પૂછપરછ કરતા શખ્સે બાઈક થોડા દિવસ પહેલા જામનગર રોડ પર આવેલા દ્વારિકાધીશ પેટ્રોલપંપ પાસેથી ચોરી કરી હોવાનું કબુલાત આપતા પોલીસે જીતુ વાઘેલાની ધરપકડ કરી રૂ. 20 હજારનું બાઈક કબજે કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here