કેજરીવાલનો ઘટસ્ફોટ…!

કેજરીવાલનો ઘટસ્ફોટ...!
કેજરીવાલનો ઘટસ્ફોટ...!
અન્ય એક પ્રશ્નના જવાબમાં કેજરીવાલે ફરી કહ્યું હતું કે સિદ્ધુ હજુ પણ કોંગ્રેસ છોડવા તૈયાર છે. આ નિવેદન સાથે કેજરીવાલે પંજાબમાં સિદ્ધુના AAPમાં સામેલ થવાની ચર્ચા તેજ કરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે નવજોત સિદ્ધુ AAPમાં જોડાવા માગતા હતા, પરંતુ હવે તેઓ નહીં આવે. કેજરીવાલે સિદ્ધુ સાથે છેલ્લી વખત વાતચીત કરી હતી એ વિશે જણાવવાનો ઇનકાર કર્યો હતો.

સિદ્ધુએ કોંગ્રેસ-અધ્યક્ષની ખુરશી છોડવાની ઘણી વખત ચેતવણી પણ આપી છે.કોંગ્રેસમાં સિદ્ધુએ પહેલા સુનીલ જાખડ અને પછી કેપ્ટન અમરિંદર સિંહને દૂર કરી દીધા. જોકે હવે તેમનો માર્ગ મુશ્કેલ બની ગયો છે.

સિદ્ધુ 2022 પછી પોતાને CMના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે, પરંતુ વર્તમાન CM ચન્ની પણ દાવાથી ડરતા નથી. સિદ્ધુ કોંગ્રેસને બદલે સંગઠનથી લઈને પાર્ટી મેનિફેસ્ટોમાં પોતાનું ‘પંજાબ મોડલ’ રજૂ કરી રહ્યા છે.

પંજાબમાં AAPના સંદર્ભમાં સૌથી વધુ ચર્ચા CM ચહેરાની છે. કેજરીવાલે પહેલેથી જ કહ્યું છે કે CM ચહેરો શીખ સમુદાયમાંથી હશે, પરંતુ તેઓ નામ જાહેર કરી રહ્યા નથી. સંગરુરના સાંસદ ભગવંત માનને લઈને પાર્ટીમાં ચર્ચા ચોક્કસ થઈ રહી છે, પરંતુ કેજરીવાલ ખૂલીને કંઈ કહેતા નથી.

ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ તેઓ આવું કહી રહ્યા છે. જોકે કેજરીવાલ ઘણીવાર સિદ્ધુના વખાણ કરવાનું ચૂકતા નથી. ગત વખતે પણ તેમણે સિદ્ધુ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની પ્રશંસા કરતાં કોંગ્રેસ પર તેમને દબાવવાનો આરોપ લગાવ્યો હતો.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે પંજાબમાં ટિકિટ આપતાં પહેલાં ધારાસભ્યોનો સર્વે કરાવ્યો હતો, જેમાં બે ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો સામેલ થવાથી ખુશ છે,

Read About Weather here

પરંતુ તેમના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડી દીધી છે. હવે પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ પણ કોંગ્રેસ છોડવાની તૈયારી કરી રહ્યા છે.અમે તેની ટિકિટ કાપી. જ્યારે તેમને ખબર પડી ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here