કિસાનોની એમએસપી માંગણી સ્વીકારવા કેન્દ્ર તૈયાર

કિસાનોની એમએસપી માંગણી સ્વીકારવા કેન્દ્ર તૈયાર
કિસાનોની એમએસપી માંગણી સ્વીકારવા કેન્દ્ર તૈયાર

ભાવ અંગે ચોક્કસ ખાતરી અપાશે, સરકારમાં તૈયારી: સંસદનાં ત્રણ નવા કાયદા રદ કરવા એક જ સર્વગ્રાહી ખરડો મુકાશે: લઘુતમ ટેકાનાં ભાવ અંગેની માંગણી સ્વીકારાય તો ખેડૂતોને મોટો ફાયદો

નવા કૃષિકાયદા રદ કરવા માટે અલગ-અલગ નહી પણ એક જ સર્વગ્રાહી ખરડો સંસદમાં મુકવાની મોદી સરકારે તૈયારી કરી દીધી છે. એટલું જ નહીં આંદોલનકારી કિસાનોની મુખ્ય માંગણીઓ પૈકીની એક એમએસપી અંગેની માંગ સ્વીકારી લેવા માટે પણ સરકાર મન બનાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

લઘુતમ ટેકાનાં ભાવને માર્ગદર્શીકા રૂપે જાહેર કરાય અથવા તો કાનૂની રૂપ આપવું કે કેમ એ વિશે સરકાર ચર્ચા મનન કરી રહી છે.દરમ્યાન ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવા માટેનો ખાસ નવો ખરડો વિચારણા હેઠળ છે

અને વડાપ્રધાન કચેરીની મંજૂરીની રાહ જોવાય રહી છે તેમ ઉચ્ચ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ત્રણ કાયદા રદ કરવા અલગ-અલગ કાયદા નહીં મુકાઇ પણ એક જ સર્વગ્રાહી ખરડો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

લઘુતમ ટેકાનાં ભાવને કાનૂની રૂપ આપવું કે ગાઈડલાઈન ગણવી એ વિશે હજુ કૃષિ મંત્રાલયમાં ચર્ચા ચાલી રહી છે.મોદી સરકારનાં સુત્રોએ જણાવ્યું હતું કે, નવા કાયદા રદ કરવા માટેનાં સુચિત વિધેયકમાં

નવા કાયદાને લગતા તમામ બોર્ડ અને એ બોર્ડ દ્વારા લેવાયેલા તમામ નિર્ણય પણ રદબાતલ કરવામાં આવશે. કેટલાક રાજ્યોએ નવા કાયદા મુજબ સુધારા પણ કર્યા હતા. એટલે એ તમામ પણ નકામા થઇ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 મી નવેમ્બરે દેશની માફી માંગીને નવા કાયદા રદ કરવાની રાષ્ટ્રજોગવાયુ પ્રવચનમાં જાહેરાત કરી હતી અને ખેડૂતોને આંદોલન સમેટી ઘરે પરત ફરવા પણ અપીલ કરી હતી.

ખેડૂતોએ વળતી પ્રતિક્રિયા એવી આપી હતી કે સંસદમાં કાયદો રદ થઇ જાય અને એમએસપી ની માંગણી વિશે નિર્ણય લેવાય જાય એ પછી જ આંદોલનનો અંત લાવવામાં આવશે.

કેન્દ્ર સરકાર બાકી રહેતા મુદ્દાઓ પર ચર્ચા કરવા કિસાનોને મળવા માટે પ્રતિનિધિ મંડળ મોકલે એવી પણ ખેડૂતોએ માંગણી કરી હતી. કિસાન અંદોલનની મુખ્ય સંસ્થા સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું છે કે, રાજધાની દિલ્હીની છ બોર્ડર પર આંદોલન ચાલુ રહેશે.

નિર્ધારિત વિરોધ કાર્યક્રમમાં પણ અમે આગળ વધશું. માત્ર માફીથી કામ નહીં ચાલે એમએસપી અંગે પણ હજુ નિર્ણય લેવાનો બાકી છે. આ રીતે મોદી સરકારે કાયદા રદ કરવાની તમામ તૈયારીઓ કરી દીધી છે

અને સાથે-સાથે ટેકાનાં ભાવની માંગણી સ્વીકારવાનું પણ ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધું છે.સંસદમાં નવા કૃષિ કાયદા રદ કરવાના ખરડાની સાથે-સાથે સરકાર ચર્ચારનો પ્રસ્તાવ પણ લાવે તેવી શક્યતા છે.

વડાપ્રધાનની માફી અંગે કોંગ્રેસે પણ એવી ટકોર કરી હતી કે, આવી અર્ધદગ્ધ માફીથી વધુ ખેડૂતો ઇચ્છે છે. વડાપ્રધાને દેશ અને પ્રજાની બિન શરતી માફી માગવી જોઇએ. નરેન્દ્ર મોદી સરકારના દરેક સભ્યોએ ખેડૂતો, દેશવાસીઓ અને આખા દેશની માફી માગવી જોઇએ.

Read About Weather here

કોંગ્રેસે સત્તવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં એવી ઘણી બધી ઘટનાઓ બની છે જે ખુબ જ પીડા દાયક રહી છે. કેન્દ્રનાં ગૃહરાજય મંત્રી અજય મિશ્રાને પણ પાણીચુ આપવું જોઇએ. ત્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here