ઓમિક્રોનનાં પાપે નવા વર્ષનાં પહેલા સપ્તાહમાં વેપાર ઉદ્યોગને 45 ટકાનું ભારે નુકશાન

ઓમિક્રોનનાં પાપે નવા વર્ષનાં પહેલા સપ્તાહમાં વેપાર ઉદ્યોગને 45 ટકાનું ભારે નુકશાન
ઓમિક્રોનનાં પાપે નવા વર્ષનાં પહેલા સપ્તાહમાં વેપાર ઉદ્યોગને 45 ટકાનું ભારે નુકશાન

કોરોના અને નવા વાયરસનાં પગલે ફરીથી નિયંત્રણો આવતા દિવાળીની ઘરાકી પર પાણી ફરી વળ્યું: વ્યાપાર-ધંધાની પ્રવૃતિઓને સૌથી વધુ ફટકો પડ્યો હોવાનું સર્વેક્ષણ

ગઈ દિવાળીનાં તહેવારોમાં વેપારીઓ અને ધંધાર્થીઓને જોરદાર ગ્રાહકીને કારણે મોટો ફાયદો થયો હતો પણ કોરોના અને નવા વાયરસ ઓમિક્રોનનાં પાપે નવા વર્ષના પહેલા સપ્તાહમાં જ વેપાર જગતને જબરદસ્ત નુકશાન સહન કરવું પડ્યું છે અને દિવાળીનાં નફાનાં ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. નિયંત્રણો ફરીથી લાદવામાં આવ્યા હોવાથી 2022 એટલે કે નવા વર્ષનાં પહેલા જ સપ્તાહમાં વેપાર ઉદ્યોગ જગતને 45 ટકા જેટલું ભારે નુકશાન થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ફેડરેશનનો અહેવાલ જણાવે છે કે, નાના અને લઘુ ઉદ્યોગો તથા વેપારીઓને 45 ટકા ખોટ સહન કરવી પડી છે. 36 શહેરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા હતા.

અહેવાલ ઉમેરે છે કે, ત્રીજા વેવને કારણે લોકોમાં ભય સર્જાયો છે. પડોશનાં શહેરો અને રાજ્યોમાંથી નવો માલ-સામાન લાવવામાં વેપારીઓ અચકાઈ રહ્યા છે. મૂડી ઓછી પડી રહી છે. અધુરામાં પૂરું નવા નિયંત્રણો લાગુ થતા વેપાર અને વેચાણ ઓછા થઇ ગયા છે. ઈલેક્ટ્રોનિકની બજારમાં 45 ટકા જેવો ઘટાડો વેચાણમાં થયો છે. મોબાઈલ વેપારમાં 50 ટકા, દૈનિક વપરાશની ચીજ-વસ્તુઓમાં 30 ટકા, પગરખામાં 60 ટકા, સોના-ચાંદીનાં ઝવેરાતમાં 30 ટકા, રમકડામાં 65 ટકા, ગીફ્ટ આઈટમમાં 65 ટકા, બિલ્ડીંગ મટીરીયલમાં 40 ટકા,

કોસ્મેટીકમાં 30 ટકા, તૈયાર વસ્ત્રોમાં 30 ટકા, ફર્નીચરમાં 25 ટકા, સુટકેશ-બેગ વગેરે આઈટમમાં 35 થી 40 ટકા, કિચન આઈટમમાં 45 ટકા, કોમ્પ્યુટર અને તેના સ્પેરપાર્ટનાં વેચાણમાં 30 ટકા તથા સ્ટેશનરી વેચાણમાં 35 ટકા જેવો આકરો ઘટાડો નોંધાયો છે. કોઈપણ શહેરનો ખરીદદાર તેના શહેરની બહાર જઈને ખરીદી કરી રહ્યો નથી. લોકોને જરૂર પડે તો જ ખરીદી કરવા માટે બહાર નીકળી રહ્યા છે.

Read About Weather here

પરિણામે વેપાર-ધંધાને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. આગામી લગ્ન સરાહમાં પણ ભારે નુકશાન થવાની ભીતિ છે. આગામી લગ્ન સિઝનમાં રૂ. 4 લાખ કરોડની ધારણા સામે રૂ. સવા લાખ કરોડની જ આવક થવાની શક્યતા છે. મકર સંક્રાંતિથી લગ્ન સરાહ શરૂ થઇ જશે અને અઢી મહિના સુધી ચાલશે. પરંતુ લગ્નની આ સીઝનમાં વેપાર જગત માટે ખુશ થવા જેવું કશું નથી. કેમકે તેની આવક પર એક નહીં બે ગ્રહણ કોરોના અને ઓમિક્રોનનાં રૂપમાં લાગી ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here