એસ.ટી. તંત્રમાં અંધેર વહીવટ!

એસ.ટી. તંત્રમાં અંધેર વહીવટ!
એસ.ટી. તંત્રમાં અંધેર વહીવટ!

જસદણના પૂર્વ ધારાસભ્ય બાંભણિયાનો આક્રોશ

અનામત સીટમાં પણ રીઝર્વેશન કરી નાંખવા સામે વિરોધ

એસ.ટી. નિગમની બસોમાં 2 સીટ ધારાસભ્યો માટે, ર સીટ સ્વાતંત્ર્ય સેનાની માટે અને 3 સીટ દિવ્યાંગ વ્યકિત માટે અનામત રાખવામાં આવે છે અને સીટની ઉપરની બાજુએ લખવામાં આવેલ હોય છે.

એસ.ટી. બસમાં ઘણી સીટો ખાલી હોવા છતાં તેમજ આ સીટો રીઝર્વ હોવા છતાં રીઝર્વેશન કરવામાં આવે છે જે વ્યાજબી નથી. આ સીટોનું રીઝર્વેશન નહીં કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે. છતાં કોઈ ઉકેલ આવેલ નથી. તેવો જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયાએ આક્રોશ ઠાલવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં ડેપોમાંથી રીઝર્વેશન કરવામાં આવે તો ફકત રૂા.5 વધારે મળે છે. જયારે ઓનલાઈન રીઝર્વેશન કરવાથી ઓછા રૂપિયા મળે છે. દા.ત. રૂા.250 ભાડુ હોય તો રૂા.238 એટલે કે રૂા.12 ઓછા મળે છે. રીઝર્વેશન પ્રથા સામે કોઈ વાંધો નથી. પરંતુ જે સીટો રીઝર્વ રાખવામાં આવેલ છે.

તેને ઓનલાઈન રીઝર્વેશનમાંથી બાકાત રાખવા પૂર્વ વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફડદુની ઓફિસે જઈ રૂબરૂમાં તેમજ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવેલ નથી.

આ સીટોનું રીઝર્વેશન કરવાથી એસ.ટી.ને કેટલો ફાયદો થાય છે તે સમજાતું નથી. આ સીટોનું રીઝર્વેશન થવાથી દિવ્યાંગ વ્યકિતને પણ ઉભા રહીને મુસાફરી કરવાની ફરજ પડે છે. આ સીટો ખાલી રાખવાની વાત નથી. ખાલી હોય.

Read About Weather here

ત્યારે ગમે તે વ્યકિત બેસી શકે છે. જેથી ઓનલાઈન રીઝર્વેશન પ્રથામાંથી આ સીટોને બાદ કરવામાં આવે તે માટે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી આ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે અને આ પ્રશ્ર્નનો વહેલી તકે ઉકેલ લાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here