એશિયાનું એક માત્ર સાવજ અભયારણ્ય સલામત રહેશે ખરૂ ? (6)

AISA-ASIANLION-GIR
AISA-ASIANLION-GIR

જંગલના રાજા સાવજોના એક માત્ર નિવાસ સ્થાન ગીર

Subscribe Saurashtra Kranti here.

ગેરકાયદે લાયન-શો, ગીર જંગલમાંથી બેફામ વાહન વ્યવહાર અને ટ્રેઈન રૂટને કારણે સવજના અકુદરતી મૃત્યુનું પ્રમાણ બેહદ

ખુદ સરકારે વિધાનસભામાં કબુલ કર્યું, બે વર્ષમાં અલગ અલગ કારણોસર કુલ 331 સિંહ અને સિંહ બાળના અકુદરતી મૃત્યુ

ગુજરાતના ગૌરવની અવદશા : સિંહની સુરક્ષા ભ્રષ્ટ ઉંદરોના હાથમાં

શિકારી ટોળકીઓનો ખતરો પણ યથાવત, ટોચના ફોરેસ્ટ અધિકારીઓ મીડિયાને ગાંઠતા નથી, રહસ્મય રીતે એમના મોબાઈલ સેટ પર સતત એંગેજ ટોનનો અવાજ

એશિયા અને ગુજરાતના ગૌરવ સમાન જંગલના રાજા સવજોના એક માત્ર નિવાસ સ્થાન ગીર અભયારણ્ય અને બૃહદ ગીર વિસ્તારોમાં માનવીય ચુંચુંપાત અને ફરજ પરના વન વિભાગની દેખીતી બેદરકારીના પાપે સવજોનું નિવાસ્થાન ચારેય તરફહતી ખતરાઓથી ઘેરાઈ ગયું છે. જેની સીધી પ્રતિકુળ અને ગંભીર અસરો સવજોની જીવનશૈલી પર થઇ રહી છે. અકાળે મૃત્યુ થવાની ઘટનાઓ અવિરત રહી છે જેના કારણે વન્યજીવ પ્રેમીઓમાં અને પર્યાવરણ નિષ્ણાંતોમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી વળી છે.

સવજોને રીતસર કા તો જાણી જોઈને અથવા તો અજાણતા પણ ડીસ્ટર્બ કરવામાં આવી રહ્યા છે. પરિણામે સાવજોના જુંડના જુંડ ગીર જંગલમાંથી બહાર નીકળીને શહેરો અને ગામડાઓ તરફ બીજા નિવાસની તલાસમાં આટાફેરા કરતા થઇ ગયા છે. પરિણામે સમગ્ર જીવ સૃષ્ટિની સાથે સાથે પર્યાવરણનું સંતુલન ગંભીર રીતે ખોરવાઈ રહ્યુ છે. પરિણામે સાવજોના અકુદરતી મૃત્યુ વધવા લાગ્યા છે.

રાજ્ય સરકાર દર વર્ષે ગીરની સાવજ સંખ્યાના આંકડા આપે છે અને સિંહની કુલ સંખ્યા વધી ગયાનું જણાવી સબ સલામત હોવાની ઘંટડી વગાડતી રહે છે. પણ કોઈને એ ખબર નથી કે જમીન પરની વાસ્તવિકતા કોઈને ખબર નથી. ગીરનો હવાલો ફોરેસ્ટ ખાતાને છે. લોકો જાય તો સિંહ દર્શન પુરતો એમને રસ હોય, અંદર શું ચાલી રહ્યું છે એ જાણવાની એમને પરવા ન હોય અને વિષય પણ ન હોય એ સ્વાભાવિક છે.

ગીરની અંદર ઘૂમતા રહેતા વન્ય નિષ્ણાંતો અને સાવજ પ્રેમીઓ અલગ પ્રકારનું ગંભીર ચિત્ર રજુ કરે છે. તેમની પાસેથી મળતી હ્ક્કીકતો અને સરકારી દાવાઓ વચ્ચે કોઈ મેળ ખાતો નથી. જાણકાર સુત્રોએ વક ખાસ વાતચિતમાં જણાવ્યું હતું કે, ગીરની અંદર સાવજોના વિસ્તારોમાં માનવીય ચુંચુંપાતનું પ્રમાણ અગાઉ કદી ન હતું એટલું જોવા મળી રહ્યું છે. ગેરકાયદે લાયન-શો બે રોકટોક ચાલતા રહે છે.

એ દરમ્યાન એ પ્રવૃત્તિઓ થાય છે એ એકાંત પ્રેમી સાવજ અને એમના પરિવારોને ખુબ જ વિચલિત કરી મૂકે છે. શાંતિથી બેઠેલા સાવજોને વાહનોના અવાજનું પ્રદુષણ સૌથી વધુ હેરાન કરી મુકે છે. એમના પર પાવરફુલ હેડલાઈટના શેરડા ફેકવા, જોરજોરથી હોર્ન વગાડવા, સાવ નજીક જઈને ફોટોગ્રાફી કરવી, પરિવાર સાથે મારણનું ભોજન કરી રહ્યા હોય ત્યારે મોટા અવાજે બરાડા પાડવા જેવી પ્રવૃત્તિઓ થતી રહે છે.

સૌથી વધુ અનૈતિક પ્રવૃત્તિ એવી બહાર આવી છે કે, સાવજોનો સંવનન કાળ ચાલી રહીયો હોય ત્યારે તસ્વીરો ખેંચવાની લાહીમાં લોકો અને ખાસ કરીને આવી તસ્વીરો વેચીને રોકડી કરવાવાળા ધંધાડરી ફોટોગ્રાફરો સાવજોને ખુબ વિચલિત કરી મુકે છે.

અત્ર એ કોણ જાણતું નથી કે દેશનો કોઈ પણ ટઈંઙ પરિવાર, જાણીતા રમતવિર કે સ્ટાર સાસણગીરની મુલાકાતે આવે ત્યારે કેવી સગવડો રાતોરાત ઉભી કરી દેવા ફોરેસ્ટ વિભાગ ઉપર નીચે થઇ જતો હોય છે ! તાજેતરમાં આપણા રાજ્યના એક જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ થોડા સમય પહેલા સાવજોની સાવ નજીક જઈને સુતા સુતા તસ્વીરો લીધી હતી તેનો ઘણો વિવાદ થયો હતો. સોશિયલ મીડિયામાં પણ વિવાદી વિડ્યો ફરતા થાય હતા. આ બધું વન વિભાગની બેદરકારીને પાપે બને છે. ટઈંઙે સામે આવી શરણાગતિ શું કામ સ્વીકારવામાં આવે છે એ સવાલનો જવાબ વન વિભાગના ટોચના અધિકારીઓએ જ આપવાનો રહે છે.

પરંતુ ફોરસ્ટ અધિકારીઓનો આસાનીથી સંપર્ક કદી થઇ શકતો નથી. મીડિયા પ્રત્યે સુગ ધરાવનારાએ અધિકારીઓ એમના મોબાઈલ મોટાભાગે સ્વીચઓફ યા તો એંગેજ ટોનમાં રાખે છે . પરિણામે કોઈ જરૂરી માહિતી મીડિયાને જોતી હોય તો સમયસર મળતી નથી. ગીરની કોઈ સમસ્યા અંગે એમનું ધ્યાન દોરવું હોય તો સમય વીતી જાય છે અને સંપર્ક થતો નથી.સરકારે ખુદ ધારાસભામાં આપેલા આંકડા બતાવે છે કે, છેલ્લા બે વર્ષમાં 231 સાવજો મૃત્યુને ભેટ્યા છે. કેટલાકના બીમારીથી તો કેટલાકના અકસ્માતમાં મૃત્યુ થયા છે.

ડઝનેક સિંહ બાળ તો ઇન્ફાઈટમાં માર્યા ગયા હોવાનું પણ જાહેર થયું છે. જો આવીને આવી ગતિથી સાવજો માર્યા જાય તો એશિયાનું ગૌરવ આપણા બાળકો માટે તસ્વીરોમાં રહી જશે. સરકારો દરેક વાતના ખુલાસા કરવા તૈયાર જ હોય છે. મીડિયાની ટીકા એમને હંમેશા કઠતી હોય છે પરંતુ સરકારે નિષ્ણાંતો અને મીડિયાના સંકેતોની અવગણના કરવાને બદલે સાવજના નિવાસી સ્થાનમાં નડતરરૂપ જે કઈ હોય એ દૂર કરવાની દિશામાં પગલા લેવા જોઈએ. મીડિયાની ટીકાથી ઉસ્કેરાય જઈને જવાબ આપવા એ સમસ્યાનો હલ નથી. ગીરની આસપાસ આડેધડ ઉભા થયેલા બાંધકામો પ્રવાસી હોટલો, ગેરકાયદે ગેસ્ટ હાઉસો પર બુલડોઝર ફરી જવા જોઈએ.

Read About Weather here

સરકાર દરેક સાવજ માટે એક એક ટ્રેસર મુકે જ છે.સિંહ સિંહણ કે સિંહ બાળ ગુમ થાય ત્યારે કે અપમૃત્યુ થાય તો ટ્રેસરની જવાબદારી નિશ્ચિત થવી જોઈએ અને ઘટના બની હોય એ બીટના જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાવા જોઈએ. રાત્રિના સમયે બેફામ ઝડપે વાહનો કેમ નીકળે છે, કોણ નીકળવા દે છે તેની ઊંડી તપાસ થવી જોઈએ. સિંહની પજવણી કરનારા તત્વોને સજા કરી કાયમી ધોરણે ગીરમાં પ્રવેશ બંધી કરી આવા લોકોના નામ ગીરમાં ઠેરઠેર મોટા બોર્ડ પર મુકવા જોઈએ.અમરેલીમાં ગઈકાલે જ ટ્રેન હડફેટે સિંહના મોતની વધુ એક ઘટના બની છે.ગીરની બરાબર મધ્યમાંથી ટ્રેન ચલાવવા અંગે અગાઉ હાઈકોર્ટ અને સુપ્રીમની ટિપ્પણી પણ થઇ છે.

અહી સાવજના આવાસની વચ્ચેથી ટ્રેનનો ચલાવવાનું સુરાતન કેમ ચડતું રહે છે એ કોઈને સમજાતું નથી. પરિણામે વારંવાર ટ્રેનની ઠોકરે સાવજો અકાળે મૃત્યુ પામતા રહે છે. આવા ઘણા બધા મુદ્દા છે જે તાકીદના ધોરણે ધ્યાનમાં લેવા જોઈએ. આપણે સાવજને સાચવી નહી શકે તો એ સૌથી મોટી હોનારત ગણાશે. જાગ્યા ત્યાંથી સવાર ગણીએ એ જ ગીર અને સાવજોના હિતમાં રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here