એક રેડ પૂર્ણ થતા જ બીજી MLCના ઘરે રેડ…!

એક રેડ પૂર્ણ થતા જ બીજી MLCના ઘરે રેડ...!
એક રેડ પૂર્ણ થતા જ બીજી MLCના ઘરે રેડ...!
પુષ્પરાજ સપા અધ્યક્ષ અખિલેશ યાદવના નજીકના અને પાર્ટીના મોટા ફાઈનાન્શિયર હોવાનું કહેવાય છે. પીયૂષ જૈનના ત્યાં રેડ પછી પમ્મી ચર્ચામાં આવ્યા હતા. તેમનું ઘર પણ પીયૂષ જૈનના ઘરેથી થોડુ જ દૂર આવેલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉત્તરપ્રદેશના કન્નોજમાં વધુ એક અત્તર વેપારીના ઘરે શુક્રવારે ઈન્કમ ટેક્સ વિભાગે રેડ કરી છે. વેપારીનું નામ પુષ્પરાજ જૈન પમ્મી છે. તે સમવાદી પાર્ટીના મેમ્બર ઓફ લેજિસલેટિવ કાઉન્સિલ(MLC) છે. તેમણે 2022 માટે 22 ફૂલોમાંથી બનાવેલુ સમાજવાદી અત્તર લોન્ચ કર્યું હતું. રેડ હજી ચાલુ જ છે.

તે સતત મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતા. આ સિવાય વધુ એક અત્તર કારોબારી મલિક મિયાંના ત્યાં પણ કન્નોજમાં રેડ ચાલી રહી છે.

ગત વખતે જ IT વિભાગ પુષ્પરાજના ઠેકાણાઓ પર રેડ કરવાની તૈયારીમાં હતો. ટીમ Pને શોધી રહી હતી, જોકે P અંગેની માહિતીના આધારે ટીમ પીયૂષ જૈનના ઘરે પહોંચી ગઈ હતી.

પમ્પી જૈનના નજીકના વ્યક્તિઓના જણાવ્યા અનુસાર કાનપુરમાં પીયૂષ જૈનના ત્યાં રેડ પડી હતી. તેના આગાલ દિવસે જ પમ્પી જૈન મુંબઈ રવાના થઈ ગયો હતો. તેને એ વાતની શંકા હતી કે તેના ત્યાં પણ IT ટીમ પહોંચી શકે છે. એમ કહેવાઈ રહ્યું છે કે મુંબઈમાં પમ્પી તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મળ્યો છે.

Read About Weather here

ચર્ચા પણ એ વાતની છે કે તેણે પોતાના જરૂરી કાગળો અને કેશને વ્યવસ્થિત પણ કરી છે. જોકે પી-કોડવર્ડના કારણે ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓની ભૂલ થઈ ગઈ હતી અને પીયૂષ જૈનના ત્યાં રેડ પડી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ પમ્પી જૈનના ઘરે જ રેડ કરવા આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here