એક એવું શહેર જયાં દરેક પુરૂષની છે 3 ગર્લફ્રેન્ડ…!

એક એવું શહેર જયાં દરેક પુરૂષની છે 3 ગર્લફ્રેન્ડ…!
એક એવું શહેર જયાં દરેક પુરૂષની છે 3 ગર્લફ્રેન્ડ…!

બોયફ્રેન્ડનો ખર્ચો ઉઠાવે છે મહિલાઓ

હવે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બનાવવામાં પ્રેમ ઓછો અને પીઅર પ્રેશર વધારે છે એટલે કે એક મિત્ર રિલેશનશિપમાં છે તો બીજો પણ તે સંબંધ ઇચ્છે છે. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બનાવવાની પ્રથા દુનિયામાં નવી નથી. પ્રેમ એ આપણા સમાજની વાસ્તવિકતા છે અને લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધો બનાવતા આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે આજે લોકોની પ્રાથમિકતાઓ અને મહત્વાકાંક્ષાઓ અલગ થઈ ગઈ છે. તેથી સંબંધ માટે આદર્શ વ્યકિત શોધવી મુશ્કેલ બની જાય છે. તેથી જ ઘણા લોકો સિંગલ રહે છે. પરંતુ ચીનમાં એક એવું શહેર છે જયાં એક પણ માણસ સિંગલ રહેતો નથી. અહીં પુરુષોની એક નહીં, પરંતુ ત્રણ ગર્લફ્રેન્ડ હોય છે.

અમે ચીનના ડોંગગુઆન શહેરની વાત કરી રહ્યા છીએ. ગુઆંગડોંગ પ્રાંતના આ શહેરમાં રહેતા લગભગ દરેકની એકથી વધુ ગર્લફ્રેન્ડ છે. અને દ્યણા લોકોની તો ત્રણ ગર્લફ્રેન્ડ હોય છે.

ઇન્ડિપેન્ડન્ટ વેબસાઈટના અહેવાલ મુજબ, અહીં જે લોકોની એક જ ગર્લફ્રેન્ડ છે તેઓ શરમ અનુભવે છે. આ વસ્તુનું સૌથી મોટું કારણ અહીંનો સેકસ રેશિયો છે.

૨૦૧૫ના અહેવાલ મુજબ શહેરમાં દર ૧૦૦ મહિલાઓમાં ૮૯ પુરુષો છે. આ વસ્તી અસમાનતા પુરુષો માટે ગર્લફ્રેન્ડ મેળવવાનું સરળ બનાવે છે, પરંતુ મહિલાઓમાં બોયફ્રેન્ડ બનાવવા માટે છોકરાઓનો અભાવ હોય છે.

એયુ સાથે વાત કરતાં એક વ્યકિતએ કહ્યું હતું કે શહેરમાં નોકરી મેળવવી મુશ્કેલ છે પરંતુ ગર્લફ્રેન્ડ મેળવવી ખૂબ જ સરળ છે. આ શહેર મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે જાણીતું છે. ફેકટરીઓમાં દ્યણી છોકરીઓ કામ કરે છે. લોકો કહે છે કે તેઓ સરળતાથી મિત્રો મેળવે છે કારણ કે તેઓ પોતે બોયફ્રેન્ડની શોધમાં છે.

Read About Weather here

જયારે અહેવાલો અનુસાર ફેકટરીના કામદાર લી બીને જણાવ્યું હતું કે તેની ૩ ગર્લફ્રેન્ડ છે અને તે ત્રણેય એકબીજાથી વાકેફ છે. લી ઉપરાંત પણ લોકોની એકથી વધુ ગર્લફ્રેન્ડ્સ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here