ઇન્જેક્શન કૌભાંડ: રાજકોટમાં આપ પાર્ટીના નેતાઓ ધરણાં પર!

રાજકોટ AAP party leaders
રાજકોટ AAP party leaders

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા સક્ષમ ન હોય તેવો આક્ષેપ પણ આ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ત્યારે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડની અછત સર્જાઇ રહી છે. એવામાં તાજેતરમાં બે દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ ખૂલ્યું હતું. જેને લઇને ગઈકાલે કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ આ મુદ્દે ધરણા યોજવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરી હતી.

Read About Weather here

RMCના શાસકો હાલ યોગ્ય કામગીરી ન કરી રહૃાા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના નૈનેશ પાટડિયા અને પરેશ શિંગાળા ધરણા ઉપર બેઠા હતા. ૧૧:૦૦ કલાકે ત્રિકોણબાગ ખાતે આ બન્ને આપના નેતાઓ હાથમાં બેનરો સાથે ધરણા પર બેઠા હતા અને જનતાને મદદ કરવા માટે અપીલ કરી રહૃાા હતા. તેવામાં આ બન્ને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here