આજે ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ એટલે ‘વર્લ્ડ મ્યુઝિયમ ડે.’ દર વર્ષે તા.18 મેના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાની કોઇપણ સંસ્કૃતિને ઉજાગર કરવા તેમજ લોકોને દરેક સંસ્કૃતિથી વાકેફ કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. ઇ.સ.1951માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ (ઈંઈઘખ) દ્વારા આયોજિત મ્યુઝિયમ્સ માટે ક્રૂસેડ નામની બેઠક દરમ્યાન પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે મનાવવાનો વિચાર આવ્યો હતો. જો કે, ઇ.સ.1977માં મોસ્કોમાં ઈંઈઘખ જનરલ એસેમ્બલી દરમ્યાન ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે’ માટેનો ઠરાવ અપનાવવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આથી દર વર્ષે વિશ્ર્વના તમામ સંગ્રહાલયોને ભાગ લેવા અને વિશ્ર્વમાં સંગ્રહાલયોની ભૂમિકાને પ્રોત્સાહન આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. સંગ્રહાલય આપણા જીવનમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. તેને કારણે સાંસ્કૃતિક વિનિમય, સાંસ્કૃતિ વારસો, સંસ્કૃતિના સંવર્ધન અને લોકો વચ્ચે સમજણ, સહકાર અને શાંતિના વિકાસનું એક મહત્વપૂર્ણ માધ્યમ ગણાવી શકાય. મ્યુઝિયમ એ એક એવી જગ્યા છે કે, જયાં વિશ્ર્વભરની સંસ્કૃતિઓ, સમાજ અને પ્રકૃતિના તમામ વિવિધ પ્રકારના દસ્તાવેજો અને ઐતિહાસિક કલાકૃતિઓનો સંગ્રહ દર્શાવે છે. રાજકોટ શહેરમાં વિવિધ પ્રકારના મ્યુઝિયમ બનાવવામાં આવ્યા છે.

આ મ્યુઝિયમને સહારે અનેક વિવિધ બાબતો જાણવા તેમજ સમજવા જેવી છે. જેને પરિણામે આપણે આપણી સંસ્કૃતિથી વાકેફ થઇ શકીએ છીએ. શહેરમાં આવેલા ગાંધી મ્યુઝિયમની વાત કરી તો ગાંધીજીએ પોરબંદરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ વધુ અભ્યાસ માટે રાજકોટ આવ્યા હતા. તેમણે જે જગ્યાએ અભ્યાસ કર્યો તે આલ્ફેડ હાઇસ્કૂલ પછી મહાત્મા ગાંધી વિદ્યાલય અને હવે તેે અત્યારે ‘મહાત્મા ગાંધી મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે. ત્યાં ગાંધીજીના જીવનકાર્યને રજૂ કરતું સૌરાષ્ટ્રમાં સર્વોતમ કહી શકાય એવું સંગ્રહાલય બનાવામાં આવ્યું છે. ગાંધીજીના જીવન વિશે અને તેમના જીવનના મૂલ્યાંકન વિશે જાણવું હોય તો આ જગ્યા ઉતમ ગણાવી શકાય છે. માત્ર 25 રૂપિયાના નજીવા ખર્ચે ગાંધીજીના જીવનને ખૂબ જ ઉંડાણથી જોઇ અને જાણી શકીએ છીએ. આ મ્યુઝિયમમાં ગાંધીજીની આખી જીવનશૈલીની આગવી પ્રતિકૃતિ ઉભરી આવે છે.

શહેરમાં આવેલા વધુ બે મ્યુઝિયમ કે જે દુનિયાની દરેક સંસ્કૃતિની આગવી સમજ આપે છે. તેમજ ભારતની ઐતિહાસિક સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે. શહેરના જ્યુબિલી ગાર્ડનમાં આવેલા કવીન વિકટોરિયા સ્મારક સંસ્થા ઇમારતોમાં સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી છે. ‘વોટ્સન મ્યુઝિયમ’ મોહેંજોડરો, કુદરતી ઇતિહાસ, 23મી સદીના કોતરણી, મંદિરની મૂર્તિઓ, કોસ્ચ્યુમ અને સ્થાનિક આદિવાસીઓના મકાનોની ડિઝાઇનની નકલો દર્શાવે છે. આ મ્યુઝિયમમાં પરંપરાગત પુરાતત્વીય વસ્તુઓ અને સિક્કાઓના એક ઉતમ સંગ્રહ છે.

શહેરમાં આવેલ હજુ એક મ્યુઝિયમ જે હાલમાં ખૂબ ચર્ચાનો વિષય બનેલ છે તે ‘રોટરી ડોલ્સ મ્યુઝિયમ’ આ મ્યુઝિયમમાં ડોલ્સના માધ્યમથી વિશ્ર્વની સંસ્કૃતિ અને પરંપરાઓનું વિહંગાવલોકન આપે છે. દુનિયાનું આ એક એવું પહેલું મ્યુઝિયમ છે કે જે કોઇ રાજાએ, નિઝામે કે સરકારે નથી બનાવ્યું. પરંતુ સામાન્ય માણસે બનાવેલ છે. દુનિયાભરમાં આ પહેલું જ મ્યુઝિયમ છે કે જે લોકશકિતથી ઘડાયેલ છે. આ મ્યુઝિયમનું ઉદ્ધાટન તા.24 જુલાઇ 2004ના રોજ ભૂતપૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ કરેલ હતું. તદ્ઉપરાંત આ મ્યુઝિયમને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલ છે. સમગ્ર ભારતમાં બે પૈકીનું એક માત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ મ્યુઝિયમ રાજકોટમાં છે. જે ગુજરાતનું પણ ગૌરવ ગણાવી શકાય.

Read About Weather here

આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. સંગ્રહાલય દ્વારા આપણી આસપાસની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતી વસ્તુઓને એકત્રિત કરીને તેને સુરક્ષિત રાખવામાં આવે છે.(13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here