આજી ડેમમાં પાણી નહીં ઠલવાય તો એકાંતરા પાણી કાપ?

આજી ડેમમાં પાણી નહીં ઠલવાય તો એકાંતરા પાણી કાપ?
આજી ડેમમાં પાણી નહીં ઠલવાય તો એકાંતરા પાણી કાપ?

મ્યુનિસિપલ કમિશનરે 10 જાન્યુઆરીએ તમામ વિગતો સાથે પત્ર લખી પાણીની માંગ કરી હતી

વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાનું પાણી માગ્યાના 15 દિૃવસમાં જ મળી જતું હતું કોઇ પ્રશ્ર્ન કરાતા ન હતા. સત્તા પરિવર્તન બાદૃ પાણી માગતાં જ પ્રથમ વખત મનપાને સૌની યોજના કે જે નર્મદૃા જળસંપત્તિ વિભાગ હેઠળ આવે છે ત્યાંથી કેટલા વાંધાઓના જવાબ આપવા પડ્યા છે. વિભાગે પ્રશ્ર્ન કર્યા હતા કે, રાજકોટ ક્યાંથી પાણી ઉપાડે છે? રોજની જરૂરિયાત કેટલી છે? પાણી ક્યાં ઠલવાય છે? આટલું જ નહીં સૌની યોજનાના બાકી નાણાંની પણ ઉઘરાણી ચાલુ કરી છે. આવું પ્રથમ વખત બન્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરે 10 જાન્યુઆરીએ જે પત્ર લખ્યો હતો તે હજુ સિંચાઈ મંત્રીના ટેબલ પર મંજૂરીની રાહ જોઈ રહૃાા છે. પાણી આપતા પહેલા પૈસાની ઉઘરાણી અને વિગતો મગાઈ છે તો શું પૈસા ભર્યા વગર સૌનીનું પાણી નહીં મળે તે પ્રશ્ર્ન જળસંપત્તિ વિભાગના સચિવ કે. એ. પટેલને કરાતા તેઓએ કહૃાું હતું કે, પાણીના ચાર્જનો મુદ્દો અલગ છે તેની ફાઈલ અલગ ચાલે તેથી વિગતો માગી હશે અને પાણી છોડવાને કોઇ નિસ્બત નથી.

સચિવે આ સાથે બંને મુદ્દાઓ અલગ હોવાની વાત કરી છે પણ જો 10 માર્ચ સુધી સિંચાઈ વિભાગ અને મનપા વચ્ચે પૈસાનો મુદ્દો શાંત નહીં થાય અને આજી ડેમમાં પાણી નહીં અપાય તો 11મી માર્ચે સૌથી પહેલા ઈસ્ટ ઝોનમાં અસર થશે અને ત્યાં ઓછામાં ઓછી 30 સોસાયટીઓ પાણી વિહોણી રહેશે અને ત્યારબાદૃ સમયાંતરે એકાંતરા પાણીકાપ ઝીંકાશે. શહેર ફરી પાણીકાપની સ્થિતિમાં આવશે.

સરકાર બદૃલાયાના પ્રથમ દિૃવસથી જ લોકમુખે એક જ ચર્ચા હતી કે હવે રાજકોટમાં શું પરિવર્તન આવશે. જેનો પહેલો જ દૃાખલો સૌની યોજનાથી મળ્યો છે.
મ્યુનિસિપલ કમિશનરે 10 જાન્યુઆરીએ તમામ વિગતો સાથે પત્ર લખી માંગ કરવા છતાં હજુ પણ પાણી મળ્યું નથી અને તે ફાઈલ સિંચાઈ મંત્રીના ટેબલ પર અટકી ગઇ છે. આ ઉપરાંત અલગ અલગ વિગતો માગી ઉઘરાણા પણ ચાલુ કરાયા છે.

હવે રાજકોટના નેતાઓના ખભે જવાબદૃારી છે કે તેઓ કોઇપણ ભોગે સૌની યોજનાનું પાણી વર્ષમાં બે વખત રાજકોટને મળે તેવી વ્યવસ્થા ચાલુ કરાવે અને પાણી પૂરું અપાવે.જો નેતાઓમાં જ પાણી નથી એવું પુરવાર થશે તો સૌનીનું પાણી નહિ મળે. તેને બદૃલે હાલ ન્યારા અને બેડી ફિલ્ટર પ્લાન્ટ પર જીડબ્લ્યુઆઈએલ મારફત જે જથ્થો અપાય છે તેમાં વધારો સૂચવે તેવી શક્યતાઓ છે.

Read About Weather here

નેતાઓમાં પાણીનો અભાવ સાબિત થશે તો આખરે રાજકોટની જનતાને જ તરસ્યા રહેવાનો વારો અને ફરી 10 વર્ષ પહેલાની જેમ જ પાણીના ટેક્ધર, એકાંતરા પાણીકાપ અને પાણીચોરીના બનાવો જોવા મળશે. નર્મદૃાનીર પર આધારિત છે.આજી ડેમ છલકાય તો પણ વસતી અને આસપાસના વિસ્તારો ભળવાથી જથ્થો પૂરો પડતો નથી. આ માટે જ વર્ષમાં બે વખત સૌની યોજના હેઠળ નર્મદૃાનીર આજી ડેમમાં ઠલવાય છે. જોકે આ વખતે સૌની યોજનાનું પાણી માગ્યાના દૃોઢ મહિના બાદૃ પણ કોઇ પગલાં તો લેવાયા નથી તેને બદૃલે પ્રથમ વખત વિચિત્ર પ્રશ્ર્નોત્તરી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here