આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.બાળકને જન્મ થતાંની સાથે જ મળી જશે આધાર નંબર, હોસ્પિટલમાં ટૂંક સમયમાં જ શરૂ થશે એનરોલમેન્ટ

આવનારા સમયમાં આધારને વોટર કાર્ડ સાથે પણ જોડવામાં આવશે

આધાર કાર્ડ બનાવનારી ઓથોરિટી UIDAI ટૂંક સમયમાં જ હોસ્પિટલમાં નવજાત શિશુઓના આધાર કાર્ડ આપવાની તૈયારીઓ કરી રહી છે. 

Visit Saurashtra Kranti Homepage here

2. કોરોના 2022ના અંતમાં જશે: WHOનો દાવો

ડબલ્યુએચઓ સાથે સંકળાયેલા વિશ્વના 100થી વધુ વિજ્ઞાનીઓનો નિષ્કર્ષ

વિજ્ઞાનીઓએ કહ્યું- 2022ના અંત સુધી કોરોનાથી થતાં મૃત્યુ શૂન્ય થઈ શકે કારણ કે, ત્યાં સુધીમાં તે મહામારીમાંથી સામાન્ય ફ્લૂમાં ફેરવાઈ જશે

3. કોંગ્રેસ MLAએ કહ્યું… રેપ ટાળી ન શકાય તો પડ્યા રહીને એન્જોય કરો… આ સાંભળીને વિધાનસભામાં કાયદો ઘડનારા હસી રહ્યા હતા

કર્ણાટક વિધાનસભામાં આઘાતજનક ઘટના ગૃહમાં હોબાળો મચ્યો તો સ્પીકરને ઉદ્દેશીને કોંગ્રેસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા અનુસાર દેશમાં 2020ના એક જ વર્ષમાં દુષ્કર્મની 26,727 ઘટનાઓ ઘટી છે.

4.અમદાવાદનું પરિમલ ગાર્ડન બે માળના જિમ સાથે બનશે શહેરનું પહેલું અદ્યતન ગાર્ડન, રૂ.10 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે

રિડેવલપમેન્ટ થતાં જ સૌથી પહેલું સરકારી જિમ બિલ્ડિંગ સાથેનું ગાર્ડન બની જશે

અમદાવાદ શહેરમાં 250થી વધુ નાના મોટા ગાર્ડન આવેલા છે. પરંતુ હવેશહેરને આધુનિક સુવિધાઓ અને ખૂબ જ સુંદર ગાર્ડન મળવા જઈ રહ્યું છે. 

5. પારડી ખડકી ગામે ફોન સ્વિચ ઓફ રાખવા મુદ્દે પિતાએ ઠપકો આપતાં સગીર પુત્રીએ ફાંસો ખાધો

પારડીના ખડકી ગામે વચલુ ફળિયું ખાતે રહેતા ગણેશભાઇ બાલુભાઈ પટેલની 17 વર્ષની દીકરી મોહિનીબેન રેટલાવ ખાતે સિવણ ક્લાસ કરતી હતી. 

6.છેલ્લાં 5 વર્ષમાં 240 દુષ્કર્મીને ફાંસીની સજા સંભળાવાઈ, 21 વર્ષમાં 5ને જ ફાંસી અપાઈ

દેશમાં પહેલીવાર સુરતમાં 9 દિવસમાં બીજા દુષ્કર્મીને ફાંસીની સજા કરાઈ

એકલા ગુજરાતમાં 3 વર્ષમાં દુષ્કર્મની 1,568 ઘટના, દેશભરમાં 1.60 લાખ કેસ પેન્ડિંગ

7. પ્રિયતમને પામવા સગીરા ઘરેથી ભાગી, અંજાર બસ સ્ટેશને 3 કલાક રાહ જોઈ પણ પ્રેમીએ દગો દઈ દીધો

પ્રેમ સંબંધ તોડી નાખવા ભાઈ અને ભાભીએ ઠપકો આપ્યો તો પણ સગીરા માની નહિ

181 અભયમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરીને સમજાવી પરત ઘરે મોકલી

8. ક્વોરન્ટીન નિયમ તોડવાથી નાખુશ BMCનો મોટો નિર્ણય, ફિલ્મ પ્રમોશન માટે દિલ્હી જવા પર કેસ નોંધવાનો આદેશ

આલિયા ભટ્ટ પોતાની આવનારી ફિલ્મ બ્રમાસ્ત્રના પોસ્ટર રિલીઝ કાર્યક્રમમાં હાજરી માટે દિલ્હી ગઈ હતી

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ વિરુદ્ધ પેન્ડેમિક એક્ટ હેઠળ FIR નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે.

9.મહેસાણાના કાંસા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકસવાર દંપતી અને પુત્રનાં ઘટનાસ્થળે જ મોત

વીસનગરથી વાલમ પરત ફરતી વખતે અકસ્માત નડ્યો

મહેસાણાના વીસનગર તાલુકામાં આજે સાંજે ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

Read About Weather here

10. તેજસને આધુનિક સ્વરૃપ આપવા સરકાર સજ્જ :2400 કરોડનો સંરક્ષણ સોદો થયો

83 તેજસ વિમાનોને વીસેક આધુનિક પ્રણાલિઓથી સજ્જ કરવા માટેનો ઓર્ડર પણ સ્થાનિક કંપનીઓને જ અપાયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here