આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતને કોર્ટ સજા સંભળાવશે, ફાંસી કે જનમટીપની સજા થઈ શકે છે

11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવપક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી

2.તું મારી સાથે વાત નહિ કરે તો સ્ટાફમાં અને સમાજમાં તને બદનામ કરી દઇશ’ કહી કોન્સ્ટેબલની ધમકી

ટ્રાફિક કોન્સ્ટેબલ મહિલા કોન્સ્ટેબલને દેતો હતો ધમકી

3.મહેસાણાના કુકસ ગામે ગ્રામજનોએ પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીની દીકરીના રંગેચંગે લગ્ન કરાવી વિદાય આપી

રાધનપુરના સુલતાનપુરાથી આવેલી જાનના વધામણાં કરી દીકરી સાથે જાનને વળાવી

4.માતા સહિત 5ને બચાવ્યા, છઠ્ઠી વ્યક્તિને બચાવવા જતાં ડૂબી ગઈ; સેનામાં સિલેક્શનની તૈયારી કરી રહી હતી, હવે અંતિમસંસ્કાર થશે

ઉત્તરપ્રદેશના કુશીનગરના નોરંગિયા ગામમાં કૂવામાં થયેલી દૂર્ઘટનામાં મૃત્યુ પામેલી 13 મહિલાઓમાં 21 વર્ષની પૂજા યાદવ પણ સામેલ છે.

5.રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં થયેલા હુમલામાં સારવાર દરમિયાન અવિનાશ ધુલેસિયાનું મોત, ઘટના CCTVમાં કેદ

ભૂમાફિયાઓ દ્વારા મકાન ઓછી કિંમતે વહેંચી દેવા વારંવાર કરવામાં આવતું દબાણ

6.પલસાણામાં સહકર્મીએ ગુદામાર્ગે પાઇપ નાખી હવા ભરતાં ઇજાગ્રસ્ત યુવકનું મોત, સાપરાધ વધનો ગુનો દાખલ થશે

પલસાણાની એક મિલમાં પંદર દિવસ અગાઉ એક યુવાને મજાક-મસ્તીમાં સહકર્મીના ગુદા માર્ગે હવાનો પાઇપ અડાડી દેતાં યુવાનના પેટમાં હવા ભરાઈ જતાં યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ગુરુવારે યુવાન કામદારનું મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

7.અ’વાદમાં ઈન્ટરનેશનલ સ્ટાર સાથે ગુજ્જુ પ્લેયર્સની ટક્કર, 12 દેશની ખેલાડી ટૂર્નામેન્ટમાં ભાગ લેશે

મહિલા ખેલાડી માટે ફ્રી કોવિડ ટેસ્ટથી લઈ 24/7 મેડિકલની સુવિધા પુરી પાડી છે

8.પોરબંદરમાં વેપારી પુત્રએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, એકના એક પુત્રના મોતથી પરિવારમાં આઘાત

એકના એક પુત્રએ આપઘાત કરી લેતા પરિવારજનો આઘાતમાં ગરકાવ થયા

9.નોકરી સાથે રહેવાની સગવડનું વચન આપી બેંગલુરુના એજન્ટે નડિયાદની મહિલાને ઓમાન મોકલી, ત્યાંના એજન્ટે ભૂખી રાખીને અત્યાચાર ગુજાર્યો

નડિયાદના ભૂમેલની યુવતી સહિત અન્ય 20 યુવતી યાતના વેઠતી હતી

10.15 વર્ષની કિશોરીને બે પાડોશીએ હવસનો શિકાર બનાવી; એક વિધર્મીએ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરી

પેટમાં દુ:ખાવો થતાં તપાસમાં ગર્ભ હોવાનું ખૂલતાં ફરિયાદ