આજથી ગુજરાતમાં ધો.1 થી 9નાં વર્ગ શિક્ષણની ફરી શરૂઆત

આજથી ગુજરાતમાં ધો.1 થી 9નાં વર્ગ શિક્ષણની ફરી શરૂઆત
આજથી ગુજરાતમાં ધો.1 થી 9નાં વર્ગ શિક્ષણની ફરી શરૂઆત

વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ પણ યથાવત: સવારથી વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનો ઉત્સાહભેર શાળામાં આગમન: કોરોના ગાઇડલાઇન્સના કડક પાલન સાથે શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆત

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી ગયા બાદ એક મહિનાના લાંબા ગાળામાં ફરીથી વિદ્યાર્થીઓ માટે ધો.1 થી 9નાં ઓફલાઇન વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના ગાઇડલાઇન્સના ચુસ્ત અમલ સાથે આજથી ધો.1 થી 9નાં વર્ગોમાં શિક્ષણકાર્ય શરૂ થતા જ સવારથી શાળાઓના પ્રાનગણ વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજી ઉઠયા હતા. વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ પણ યથાવત રાખવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજયમાં કોરોનાની ત્રીજી લહેર હવે મંદ પડી રહી છે. આજે પણ કેસોમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા-વિચારણા અને કેબિનેટની કોર કમિટીમાં સઘન મસલતો થયા બાદ સોમવારથી કોરોના ગાઇડલાઇન્સ મુજબ ધો.1 થી 9નાં વર્ગો શરૂ કરી દેવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે વાલીઓનું સંમતી પત્ર લાવવું જરૂરી બનશે તેવું રાજય સરકારે જાહેર કર્યુ છે.

એ સિવાય જે જૂની કોરોના ગાઇડલાઇન્સ છે તેનો દરેક શાળાઓએ અમલ કરવાનો રહેશે. દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને હાજર રહેવાનું છે. વર્ગ ખંડોમાં 50% ક્ષમતા મુજબ વિદ્યાર્થીઓને બેસાડવાના રહેશે. સેનીટાઇઝેશન ફરજીયાત રહેશે. રાજયભરમાં આજે સવારથી ધો.1 થી 9નાં વર્ગો માટે શાળાઓના દ્વાર ખુલી ગયા હતા અને વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ઉત્સાહ સાથે શાળા સંકુલમાં આવવાનું શરૂ કરી દીધુ હતું

Read About Weather here

અને વિદ્યાર્થીઓની ચહલ-પહલ તથા કલબલાટથી ફરી એકવાર શાળાઓ ગુંજી ઉઠી હતી. દેશમાં અન્યત્ર સંખ્યાબંધ રાજયોમાં શાળા-કોલેજોનો આજથી પ્રારંભ થઇ ગયો છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, કેરેલા, પંજાબ વગેરે રાજયોમાં શાળા અને કોલેજોનું શિક્ષણ શરૂ થઇ ગયું છે. કોરોનાની ગાઇડલાઇન્સના અમલ સાથે ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here