અસિત વોરાનું રાજીનામુ ઉકેલ નથી, સરકાર આખી સિસ્ટમ બદલે

અસિત વોરાનું રાજીનામુ ઉકેલ નથી, સરકાર આખી સિસ્ટમ બદલે
અસિત વોરાનું રાજીનામુ ઉકેલ નથી, સરકાર આખી સિસ્ટમ બદલે

યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્ર્વનાથસિંહ વાઘેલા અને રાજકોટ શહેર ઉપપ્રમુખ મયુર વાંકના આક્ષેપ
અસિત વોરાના કાર્યકાળમાં અનેક કૌભાંડો બહાર આવ્યા, તે તમામની તપાસ કરાવીને કાયદાકીય પગલા ભરવા માંગ
ચેરમેનના રાજીનામાથી હવે પેપરલીક નહીં થાય તેની જવાબદારી કોણ લેશે? જેવા યુવા કોંગ્રેસે વેધક સવાલ ઉઠાવ્યા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ ૠજજજઇના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. પરંતુ આ પેપરકાંડના બે મહિના બાદ છેક હવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું ત્યારે યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્ર્વનાથસિંહ વાઘેલા અને શહેર યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મયુર વાંકે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે અસિત વોરાના કાર્યકાળ દરમિયાન અનેક કૌભાંડો સામે આવ્યા, પરંતુ હજુ સુધી નાની-નાની માછલીઓને જ પકડવામાં આવી છે, મોટા મગરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. માત્ર રાજીનામું લઈ લેવું તેનો ઉકેલ નથી, જો અસિત વોરા પેપર લીક કાંડમાં સંડોવાયેલા હોય તો તેમની પણ તપાસ થવી જ જોઈએ અને કડક કાયદાકીય પગલા લેવાવા જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં તેમણે જણાવ્યું કે, આ નિર્ણય મોડો લેવાયો છે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે હવે કોઈ પણ સંજોગોમાં ચેડા ના થવા જોઈએ. અત્યાર સુધી રાજનેતાઓ જેને છાવરવાની નીતિ અપનાવી રહ્યાં છે, તેમાંથી બહાર આવવું જોઈએ.હવે એવી આશા રાખી કે આ પદ પર એવા ઈંઅજ કક્ષાના અધિકારી બેસે, જે વિદ્યાર્થીઓની વેદનાને સમજે. હજુ સુધી વ્યક્તિ બદલાયો છે, હવે અમે સિસ્ટમ બદલવા માંગીએ છીએ. આ પદ પર ગુજરાતના યુવાનો કોઈ રાજકારણીની નિમણૂંક ઈચ્છતા નથી.

ભુતકાળમાં પેપરલીકના કારણે રદ થયેલી બિનસચિવાલયની પરીક્ષાના કંટાળેલા 12 લાખ ઉમેદવારોનો આક્રોશનો ભોગ આવનારી ચુંટણીઓમા ના બનવું પડે એટલે સરકારે ધરાર રાજીનામુ લીધુ છે. રાજયમાં બેરોજગારીનો દર દીવસે ને દીવસે વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર યુવાનોને રોજગારી પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. પરંતુ ગુજરાતના શિક્ષિત બેરોજગાર લાખો યુવાનો આવનારી વિધાનસભાની ચુંટણીઓમા ભાજપ સરકારને ઘરભેગી કરશે કારણે કે તેઓની સાથે થયેલ અન્યાયનો જવાબ યુવાનો આપશે એ નિશ્ર્ચિત છે.

પાડોશી રાજ્ય રાજસ્થાનની કોંગ્રેસ સરકારે છઊઊઝ પેપર લીકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના સુચનાથી પોલીસે ભરતી બોર્ડના અધ્યક્ષની ત્યાં દરોડો પાડી તત્કાલ હક્કાલપટ્ટી કરી હતી તેમજ જવાબદાર 16 અધિકારીઓને ઘરભેગા કર્યા છે. ગુજરાતની ભાજપ સરકાર ‘આશ્રિત’ વોરાને ખોળામાં બેસાડી પંપાળી રહી હતી. માત્ર ચેરમેનના રાજીનામાથી પેપરલીક નહીં થાય તેની શું જવાબદારી? હજુ મોટા માથાઓ તો એમ ને એમ જ છે ને ? સરકાર શા માટે મગરમચ્છોને છાવરે છે ? આ આયોગના અમુક એજન્ટ કર્મચારીઓ, વિવાદીત પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષાની પદ્ધતિઓ પણ બદલવી જોઈએ તો જ પારદર્શકતા જળવાઈ રહેશે. સરકાર કડકાઈપુર્વક વલણ દાખવશે તો ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકશે. નહીં તો મોટામાથાઓ બચી જશે અને માછલીઓ પકડાઈ જશે!

Read About Weather here

અંતમાં યુવાનેતાઓએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં યુવા કોંગ્રેસ રાજ્યના છેવાડાના ગામે ગામ સુધી પહોંચી શિક્ષિત બેરોજગાર યુવાનોની નોંધણી કરી ગાંધીનગર ખાતે નસ્ત્ર સરકારી ભરતીઓની પરીક્ષાઓમાં પારદર્શકતા આંદોલન અને યુવા માંગે રોજગાર સંમેલનનુ આયોજન કરીને સરકારનો વિરૂધ્ધમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે. તેવી ચીમકી આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here